ભારતીય ખેલાડીઓએ હાથ મિલાવ્યા નહીં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ AC C માં ફરિયાદ નોંધાવવા ગયું
એશિયા કપ 2025માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ટીમે મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને રમત ભાવનાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લગાવતા PCB એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) માં સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે.
શું થયું મેચ પછી?
દુબઈમાં રમાયેલી આ મેચમાં, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને 7 વિકેટથી કારમી હાર આપી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરમાં સિક્સર મારીને ભારતને જીત અપાવી. મેચ પૂરી થયા બાદ, સામાન્ય રીતે ક્રિકેટની પરંપરા મુજબ બંને ટીમના ખેલાડીઓ હાથ મિલાવે છે, પરંતુ આ વખતે ભારતીય ટીમના ખેલાડીઓ, જેમાં સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેનો પણ સમાવેશ થાય છે, તેઓ સીધા ડ્રેસિંગ રૂમમાં જતા રહ્યા. અન્ય ભારતીય ખેલાડીઓ પણ હાથ મિલાવવા બહાર આવ્યા નહોતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેના પર ભારે ચર્ચા થઈ રહી છે.
The internet’s cutest clip today? Fans singing Happy Birthday to SKY after the win 🎶
Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/rlVgOZYn57
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
PCB ની ફરિયાદ અને નિવેદન
આ ઘટનાને પગલે, PCB એ તાત્કાલિક ધોરણે ACC સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. PCB એ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય ખેલાડીઓનું આ વર્તન રમત ભાવના (Spirit of Cricket) ની વિરુદ્ધ છે. PCB ના ટીમ મેનેજર નવીન ચીમા દ્વારા નોંધાવવામાં આવેલા વિરોધમાં કહેવાયું છે કે, “ભારતીય ખેલાડીઓ દ્વારા હાથ ન મિલાવવાના વર્તન સામે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેને રમત ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે.” PCB એ આ ઘટનાના વિરોધમાં પોતાના કેપ્ટનને પણ મેચ પછીના સમારોહમાં ન મોકલવાનો નિર્ણય લીધો હતો.
The Pakistani jokers kept waiting for the Indian players to come and shake hands, but no one from India went. After losing the match and feeling humiliated, the Pakistani jokers shook hands with each other and walked away with their heads down.🤡 #INDvPAK
Well done @BCCI 🇮🇳❤️ pic.twitter.com/KBXf5l05MM
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 14, 2025
આગળ શું?
ગ્રુપ સ્ટેજમાં ટકરાયા બાદ, ભારત અને પાકિસ્તાન સુપર-4 રાઉન્ડમાં ફરી એકબીજાનો સામનો કરી શકે છે. આ ઘટના બાદ બંને ટીમો વચ્ચેનો તણાવ વધુ વકરવાની શક્યતા છે. દરમિયાન, ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે પોતાની આગામી મેચ રમશે. આ વિવાદ ભવિષ્યમાં બંને બોર્ડ વચ્ચેના સંબંધો પર કેવી અસર કરશે તે જોવું રહ્યું.