મોતીની ખેતી એટલે ખારાપાટ જમીનમાં પણ કમાણીનું સાધન
ખેડૂતોને હવે પરંપરાગત પાકોથી આગળ વધી નવા વિકલ્પો તરફ દોરી જવાઈ રહ્યું છે. જો તમારી પાસે ઓછી જમીન છે કે જમીન ખારાપાટ છે, તો પણ તમે મોતીની ખેતી કરીને મહીનાં લાખોની આવક મેળવી શકો છો. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર આ રીતે ખેતી કરનારા ખેડૂતોને તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન પણ આપે છે.
ઓછા ખર્ચે ઊંચો નફો — ૩ ગણી કમાણીનો પાક
મોતીની ખેતી માટે દરિયાની નજીક રહેવું જરૂરી નથી. હવે તો આ ખેતી જમીનમાં તળાવ બનાવી, છીપ ઉછેરી અને ન્યુક્લિયસ ટીસુથી મોતી ઉગાડી શકાય છે. એક ખેડૂત માત્ર ₹25,000ના શરૂઆતના ખર્ચમાં છીપ ઉછેરીને ₹1.25 લાખથી ₹3 લાખ સુધીની આવક મેળવી શકે છે.
કેવી રીતે થાય છે મોતીનું ઉત્પાદન?
મોટાં તળાવ કે ટેન્કમાં છીપોને પહેલેથી 10 દિવસ માટે પર્યાવરણમાં એડજસ્ટ કરવામાં આવે છે. બાદમાં સર્જરી દ્વારા ન્યુક્લિયસ દાખલ કરવામાં આવે છે. એ પછી તમામ છીપો 12 થી 13 મહિના માટે તળાવમાં છોડવામાં આવે છે. આ સમયગાળા બાદ છીપમાંથી બે મોતી ઉત્પન્ન થાય છે, જેને બજારમાં 250 થી 400 રૂપિયા દીઠ વેચી શકાય છે.
ખેતી કરતાં પહેલા તાલીમ લેવી ખૂબ જરૂરી
મોતીની ખેતી એ ટેકનિકલ પ્રક્રિયા છે. ખેતી શરૂ કરતાં પહેલા સરકાર માન્ય સંસ્થાઓ અથવા ખાનગી ટ્રેનિંગ સેન્ટરથી તાલીમ લેવી ફરજીયાત છે. તાલીમ દ્વારા તમે છીપ ઉછેરવાની રીત, યોગ્ય તળાવનું ડિઝાઇનિંગ અને બજાર સમજણ જેવી માહિતી મેળવી શકો છો.
ખર્ચ અને આવકનું ગણિત
એક છીપ તૈયાર કરવાનું અંદાજિત ખર્ચ: ₹50
એક છીપમાંથી નીકળતા મોતી: 2
એક મોતીનો સરેરાશ ભાવ: ₹250 થી ₹400
500 છીપ માટે કુલ ખર્ચ: ₹25,000
500 છીપમાંથી અંદાજિત આવક: ₹1.25 લાખથી ₹3 લાખ
વાણિજ્યિક ખેતી માટે મજબૂત વિકલ્પ
જે યુવાનો ખેતી ક્ષેત્રે નવી શરૂઆત કરવા માંગે છે, તેમના માટે મોતીની ખેતી આવક તેમજ વૈવિધ્યતા બન્ને આપે છે. આ ખેતીને માત્ર જમીન નહીં, પરંતુ ટાંકી વડે પણ કરી શકાય છે. બજાર માગ ઊંચી છે અને નિકાસની પણ તક ઉપલબ્ધ છે.