PM Dhan Dhanya Krishi Yojana: યોજના કયા પ્રકારના જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે?
PM Dhan Dhanya Krishi Yojana: PM Dhan Dhanya Krishi Yojana દેશના 100 એવા જિલ્લાઓમાં અમલમાં મુકવામાં આવશે, જ્યાં કૃષિ ઉપજ ઓછી છે, પાક ઘનતા ઓછું છે અને શોર્ટ-ટર્મ ખેતી લોનની પહોચ સીમિત છે. નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ આ પાઇલટ યોજનાનો અમલ વર્ષ 2025-26થી શરૂ થશે અને 6 વર્ષ સુધી ચાલશે. આ જિલ્લાઓ કૃષિ દૃષ્ટિએ પાછળછૂટેલા ગણાશે, જેથી આશરે 1.7 કરોડ ખેડૂત પરિવારોને સીધો લાભ મળે.
યોજના માટે નાણાં કોણ આપશે?
આ યોગમાં કુલ 11 કેન્દ્રિય વિભાગોની 36 યોજનાઓને એકસાથે સંકલિત કરીને અમલમાં મુકવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને નાણાં ફાળવાશે અને રાજ્ય સરકારો જિલ્લાવાર યોજનાઓ બનાવી ભંડોળ વિતરણ કરશે. દરેક જિલ્લામાં ‘ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચરલ પ્લાન’ તૈયાર થશે. સાથે જ મહિલાઓ, ખાસ કરીને મહિલા કૃષિ સખી, ડ્રોન દીદી, લખપતિ દીદી જેવા મોડેલ દ્વારા કામગીરીમાં પ્રાથમિકતા મળશે.
ખાનગી ક્ષેત્રની ભાગીદારી કેટલી રહેશે?
આ યોજનામાં ખાનગી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે. પાક વિવિધતા, મુલ્યવર્ધન, સંગ્રહગૃહો, ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને બજાર જોડાણ જેવા મુદ્દાઓમાં ખાનગી ભાગીદારી સાથે ખેડૂતોને લાભ મળે એ હેતુ છે. સહકારી સંસ્થાઓ, એફપીઓ અને ઉદ્યોગસાહસિકોને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે.
કઈ ખેતીને ખાસ પ્રોત્સાહન મળશે?
આ યોજના કૃષિ ક્ષેત્રના વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ કરીને બાગાયતી પાક, કઠોળ-તેલીબિયાં, પશુપાલન અને કુદરતી ખેતી માટે વિશિષ્ટ દિશા આપશે. આ સાથે કૃષિ ઉત્પાદન બાદના મૂલ્યવર્ધન માટે સક્રિય કામગીરી કરાશે, જેથી ઉત્પાદકતાની સાથે ખેડૂત આવકમાં પણ વધારો થાય.
નાના અને મહિલાઓના હિત માટે શું છે ખાસ?
PM Dhan Dhanya Krishi Yojana ખાસ કરીને નાના, સીમાંત અને મહિલાઓ માટે નફાકારક સાબિત થશે. ખેડૂતોને ક્લસ્ટર માધ્યમથી જોડવામાં આવશે. મહિલા SHGs, પશુ સખી, બીસી સખી જેવી યોજનાઓના માધ્યમથી લોન, તાલીમ, બજાર સહાય અને ટેક્નોલોજી સુધી પહોંચ બનાવવામાં આવશે.
PM Dhan Dhanya Krishi Yojanaનો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરીને ખેડૂતોના જીવનમાપદંડમાં સુધારો લાવવાનો છે. આ યોજના 100 જિલ્લાઓમાં અમલમાં મુકાશે અને વર્ષ દરમિયાન લગભગ ₹24,000 કરોડનો ખર્ચ થશે. જમીન ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, પાકનું મૂલ્યવર્ધન કરવું અને ખેતીને વધુ નફાકારક બનાવવી — એ યોજનાની મુખ્ય દિશા છે. આનાથી ભારતના ખેડૂતો વધુ આત્મનિર્ભર બનશે અને ગ્રામિણ આર્થિકતા મજબૂત બનશે.