2 ઓગસ્ટે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000
2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો જારી કરશે. દેશભરમાં 9.7 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ₹2000 જમા થશે.
2 ઓગસ્ટે 20મો હપ્તો થશે જારી
સરકારી જાહેરાત મુજબ, પીએમ મોદીના હસ્તે 2 ઓગસ્ટે ઉજવાતા વિશેષ કાર્યક્રમમાં આ હપ્તો જાહેર કરવામાં આવશે. ખેડૂતો ઘણા સમયથી આ હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. અગાઉ જુલાઈમાં જ આ હપ્તો આવવાનો હતો, પરંતુ હવે સરકારી રીતે તારીખ જાહેર કરવામાં આવી છે.
કઈ શરતો સાથે મળશે હપ્તો?
ફક્ત તે ખેડૂતોને મળશે જેઓ નીચેની તમામ શરતો પૂર્ણ કરે છે:
e-KYC પૂર્ણ કરેલું હોવું જોઈએ
આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો સાથે લિંક હોવું જોઈએ
તમામ જરૂરી દસ્તાવેજ સાચા અને પૂર્ણ હોવા જોઈએ
અધૂરા અથવા ખોટા માહિતી ધરાવતાં ખેડૂતોને હાલ માટે હપ્તો રોકી દેવામાં આવશે, પણ માહિતી સુધાર્યા બાદ પાછલી રકમ પણ મળવાની રહેશે.
e-KYC કેમ છે ફરજિયાત?
e-KYC વગર પૈસા નહીં મળે. ખેડૂત ત્રણ રીતે e-KYC પૂર્ણ કરી શકે છે:
OTP આધારિત e-KYC
બાયોમેટ્રિક e-KYC (CSC સેન્ટર પર જઈને)
ફેશિયલ ઓથેન્ટિકેશન (UIDAI દ્વારા)
જેઓએ હજુ સુધી e-KYC કર્યું નથી, તેઓએ આજમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
હપ્તાનું સ્ટેટસ કેવી રીતે ચકાસશો?
તમારો હપ્તો જમા થયો છે કે નહિ તે જોવા માટે નીચેની રીત અપનાવો:
https://pmkisan.gov.in પર જાઓ
“Know Your Status” વિકલ્પ પર ક્લિક કરો
તમારું રજિસ્ટ્રેશન નંબર, મોબાઈલ નંબર અને OTP દાખલ કરો
તમારું હપ્તાનું સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે
પૈસા ન મળ્યા હોય તો શું કરવું?
જો હપ્તાની રકમ તમારા ખાતામાં જમા ન થઈ હોય, તો નીચેના વિકલ્પો આપને મદદરૂપ બની શકે:
હેલ્પલાઈન નંબર: 011-24300606, 155261
Toll-free: 1800-115-526
Email: [email protected] અથવા [email protected]
સરકાર દર વર્ષે આપે છે ₹6000
ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ ₹6000 સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે. 2019માં શરૂ થયેલી આ યોજના આજે વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર યોજનામાંની એક બની છે.