PM Kisan Samman Nidhi Registration: ખેડૂતોએ હવે ફરજિયાત રીતે નોંધણી કરાવવી પડશે

Arati Parmar
2 Min Read

PM Kisan Samman Nidhi Registration: ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી બનાવશે યોજનાઓ સુધી સરળ પહોંચ

PM Kisan Samman Nidhi Registration: પીએમ કિસાન સમ્માન નિધી યોજના સહિતની કૃષિ આધારિત લાભદાયક યોજનાઓનો લાભ લેવા માટે હવે ખેડૂતો માટે PM Kisan Samman Nidhi Registration ફરજિયાત બની ગયુ છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીમાં પોતાનું નામ નોંધાવવું જરૂરી બન્યું છે.

મોબાઇલથી યોજનાઓની જાણકારી અને સહાયતા ઉપલબ્ધ થશે

ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કર્યા પછી ખેડૂતને માત્ર પીએમ કિસાન સમ્માન નિધિ જ નહીં, પરંતુ કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી જેવી અન્ય યોજનાઓની પણ માહિતી સીધા તેમના મોબાઇલ ફોન પર પ્રાપ્ત થતી રહેશે. સરકાર માટે પણ ખેડૂતોના ડેટાને આધારે યોગ્ય સમય પર સહાય પહોંચાડવી સરળ બને છે.

PM Kisan Samman Nidhi Registration

આંકડાકીય સ્થિતિ: હજુ હજારો ખેડૂતો નોંધણીથી વંચિત

જિલ્લામાં કુલ 1,25,270 ખેડૂત પૈકી અત્યાર સુધી 88,936 ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જ્યારે 36,334 જેટલા ખેડૂતો હજુ નોંધણી કર્યા વિના રહ્યા છે. આ ખેડૂતો જો આગામી સમયમાં પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માંગે છે, તો તેમને આ નોંધણી ફરજિયાત રીતે કરવી પડશે.

PM Kisan Samman Nidhi Registration

ભવિષ્ય માટેનો આધારભૂત પ્લેટફોર્મ

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ઊભી કરાયેલ ફાર્મર રજિસ્ટ્રી, ખેડૂતો માટે ભવિષ્યમાં વિવિધ કૃષિ-સહાય યોજનાઓ માટે ઉપયોગી બનશે. આ રજિસ્ટ્રીનો લાભ ખેડૂતોને ન માત્ર નાણાંકીય રીતે મજબૂત બનાવશે, પણ નવી યોજનાઓ વિશે સમયસર જાણકારી આપવાની દિશામાં પણ મોટું પગલું સાબિત થશે.

Share This Article