યોજનાનો ઉદ્દેશ્ય અને શરૂઆત
પ્રધાનમંત્રીએ શરૂ કરેલી પીએમ કિસાન યોજના હવે દેશના લાખો ખેડૂતો માટે આશાનું કિરણ બની છે. પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને 3.69 લાખ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. 19મા હપ્તા તરીકે ફેબ્રુઆરી 2025માં 10 કરોડથી વધુ ખેડૂતોને 23,000 કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.
યોજનાનો ઉદ્દેશ્ય અને શરૂઆત
આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનો મુખ્ય હેતુ ખેતીલાયક જમીન ધરાવતા પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000ની નાણાકીય સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતના આધાર જોડાયેલ ખાતામાં જમા થાય છે. જો કે, ઉચ્ચ આવક ધરાવતા કેટલાક વર્ગોને યોજનાથી બહાર રાખવામાં આવ્યા છે.
પાત્ર ખેડૂતોને ઉમેરવા માટે અભિયાન
કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સહયોગથી વિવિધ ઝુંબેશો ચલાવે છે જેમ કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ નવા ખેડૂતો જોડાયા છે. બીજી તરફ, 100 દિવસના વિશેષ અભિયાન દ્વારા 25 લાખ ખેડૂતોને યોજનામાં ઉમેરવામાં આવ્યા છે.
પેન્ડિંગ કેસો માટે ખાસ અભિયાન
2024ના સપ્ટેમ્બર મહિનાથી સરકારે પેન્ડિંગ રજિસ્ટ્રેશન કેસો માટે પણ વિશેષ અભિયાન શરૂ કર્યું. તેમાં 30 લાખથી વધુ સ્વ-નોંધણીના કેસોને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી હવે વધુ ખેડૂતો લાભ મેળવી શકશે.
પાત્રતા ચકાસવા અને માહિતી મેળવવાના વિકલ્પો
ખેડૂતો માટે ‘તમારી સ્થિતિ જાણો’ અને ‘કિસાન કોર્નર’ જેવી સુવિધાઓ પીએમ-કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે. અહીંથી તેઓ પાત્રતા અને ચુકવણી વિશે વિગત જાણી શકે છે. ઉપરાંત, કોમન સર્વિસ સેન્ટરો પરથી પણ માહિતી મેળવી શકાય છે.
ફરિયાદો નોંધાવાની સરળ રીત
જો કોઈ ખેડૂતને યોજના વિશે ફરિયાદ હોય તો તે પીએમ-કિસાન પોર્ટલ પર સીધા અરજી કરી શકે છે. સંબંધિત જિલ્લા અધિકારીઓ દ્વારા ફરિયાદોની ઝડપી નિકાલ કરવામાં આવે છે.
ખેડૂત ઈ-મિત્ર ચેટબોટ: માહિતી હવે ચટપટ મેળવાય
સરકાર દ્વારા કૃત્રિમ બુદ્ધિ આધારિત ‘ઈ-મિત્ર ચેટબોટ’ શરૂ કરવામાં આવ્યો છે, જે 11 ભાષાઓમાં 24×7 માહિતી આપે છે. આ ચેટબોટ મોબાઇલ, વેબ અને અન્ય ડિજિટલ માધ્યમો પર સરળતાથી ઉપલબ્ધ છે.