“તમે ઓપરેશન સિંદૂર જોયું હશે!” મેલબોર્નમાં ભારતીયો સામે PM મોદીનું ભાવુક સંબોધન

5 Min Read

મેલબોર્નમાં પીએમ મોદીનો દબદબો: ‘ઓપરેશન સિંદૂર’થી લઈને સ્પેસ સ્ટેશન સુધી ભારતની વૈશ્વિક ગર્જના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયાના બે દિવસના મહત્વપૂર્ણ પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન તેમણે મેલબોર્નમાં આયોજિત ‘મેલબોર્ન મીટ્સ મોદી’ ભવ્ય કાર્યક્રમમાં આશરે ૩૦,૦૦૦ જેટલા પ્રવાસી ભારતીયોના વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ભારતના મજબૂત અર્થતંત્ર, સંરક્ષણ ક્ષમતા, વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને માનવતાવાદી અભિગમ સહિતના વિવિધ વિષયો પર ખુલ્લા મને વાત કરી હતી. તેમણે ડાયસ્પોરાને ભારતની પ્રગતિના સાચા બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા હતા.

ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોની ‘હેટ્રિક’ અને ડાયસ્પોરાની ભૂમિકા

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા સાથેના ભારતના ગાઢ સંબંધોની ચર્ચા કરતા ભૂતકાળને યાદ કર્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે હું ૨૦૧૪ માં પહેલી વાર અહીં આવ્યો હતો, ત્યારે ૨૮ વર્ષના લાંબા ગાળા પછી કોઈ ભારતીય વડાપ્રધાને આ દેશની મુલાકાત લીધી હતી. ત્યારે મેં વચન આપ્યું હતું કે તમારે ફરીથી આટલી લાંબી રાહ જોવી નહીં પડે. આજે છેલ્લા ૧૨ વર્ષમાં આ મારી ત્રીજી મુલાકાત છે, જે એક પ્રકારે હેટ્રિક છે.” વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે આ સંબંધોની મજબૂતાઈ પાછળ સરકારો કરતાં પણ વધુ મોટો હાથ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયની સખત મહેનત અને સમર્પણનો છે.

- Advertisement -

pm modi.jpg

ક્રિકેટ, સંસ્કૃતિ અને ‘નાનું ભારત’

મેલબોર્ન અને ભારત વચ્ચેના જોડાણને રેખાંકિત કરતા પીએમ મોદીએ ક્રિકેટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઘર એવા અમદાવાદ અને મેલબોર્ન વચ્ચે રમતગમતનો એક અનોખો નાતો છે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝના વખાણ કરતા તેમણે કહ્યું કે તેઓ જ્યારે પણ બોલે છે ત્યારે ભારતીયોના દિલ જીતી લે છે.

- Advertisement -

તેમણે ઉમેર્યું કે મેલબોર્ન ભલે એક દિવસમાં ચાર ઋતુઓ બદલવા માટે જાણીતું હોય, પણ ભારતીય સમુદાયે તેને પોતાની સંસ્કૃતિના રંગોથી કાયમ માટે જીવંત રાખ્યું છે. મેલબોર્નની આસપાસના વિસ્તારો હવે ‘લિટલ ઈન્ડિયા’ તરીકે ઓળખાવા લાગ્યા છે. ભારતીયો ભલે હજારો કિલોમીટર દૂર રહેતા હોય, પણ તેઓ બે ટાઈમ ઝોન જીવે છે – તેમનું દૈનિક જીવન, પરિવાર સાથેના વીડિયો કોલ અને સવારની ચા આજે પણ ભારત સાથે ઊંડે સુધી જોડાયેલા છે.

ભજન ક્લબિંગ અને સાંસ્કૃતિક વારસો

પીએમ મોદીએ આજના યુવા વર્ગ એટલે કે ‘જનરેશન ઝેડ’ (Gen Z) ના બદલાતા ટ્રેન્ડ પર પણ રસપ્રદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આજે ભારતમાં યુવાનોમાં “ભજન ક્લબિંગ” નો એક નવો ક્રેઝ જોવા મળી રહ્યો છે, અને ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીયોના વીકેન્ડ આધ્યાત્મિકતાથી ભરેલા હોય છે. કોઈના ઘરે સત્યનારાયણની કથા હોય, ગુરુદ્વારામાં અરદાસ હોય, કે પછી બાળકો ભાંગડા અને ભરતનાટ્યમ શીખતા હોય – ઓસ્ટ્રેલિયામાં ભારતનો આત્મા ધબકે છે. આ સાથે જ તેમણે આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા ભારતીય ફિલ્મ મહોત્સવને પણ અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી.

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘ઓપરેશન સિંદૂર’નો પડઘો

આર્થિક અને સૈન્ય મોરચે ભારતની તાકાતનો પરિચય આપતા વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા ૧૨ વર્ષમાં ‘મેક ઇન ઇન્ડિયા’ વૈશ્વિક સ્તરે એક મોટી બ્રાન્ડ બની ચૂક્યું છે. ભારતમાં બનેલા મોબાઈલ ફોન અને વાહનો આજે દુનિયાભરના બજારોમાં ધૂમ મચાવી રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધતી શક્તિનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું, “તમે તાજેતરમાં ‘ઓપરેશન સિંદૂર’નો ડેમો જોયો જ હશે. આ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ જે રીતે ધ્વસ્ત કરવામાં આવ્યા અને ત્યાં જે વિસ્ફોટો થયા, તેના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાયા છે. દુનિયા હવે આપણી લશ્કરી ક્ષમતા અને તેની વિશ્વસનીયતાને સ્વીકારી રહી છે.”

- Advertisement -

pm modi1.jpg

અર્થતંત્રમાં ત્રીજા સ્થાનનું લક્ષ્ય અને સ્પેસ મિશન

વડાપ્રધાને ગર્વપૂર્વક જણાવ્યું કે ૨૧મી સદીનું ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. ૧.૪ અબજ લોકોની આકાંક્ષાઓથી ચાલતું ભારત આજે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે અને ખૂબ જ ટૂંક સમયમાં તે દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે.

અંતરિક્ષ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સફળતાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન સફળતાપૂર્વક ઉતારનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. પરંતુ ભારત અહીં અટકવાનું નથી. હવે ભારત ટૂંક સમયમાં માનવસહિતનું ‘ગગનયાન’ મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે અને આગામી સમયમાં અંતરિક્ષમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન (અવકાશ મથક) સ્થાપવા તરફ ભારત મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.

Share This Article