બુલેટ ટ્રેનમાં શિગેરુ ઈશિબા સાથે PM મોદીનો ખાસ અંદાજ, આજે ચીન પ્રવાસ માટે રવાના થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના બે દિવસીય સત્તાવાર પ્રવાસે છે. તેમણે ટોક્યોમાં ભારત-જાપાન ઈકોનોમિક ફોરમમાં ભાગ લીધો અને તેમના સમકક્ષ શિગેરુ ઈશિબા સાથે શિખર વાર્તા કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.
બુલેટ ટ્રેનની સવારી
જાપાન પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પ્રધાનમંત્રી શિગેરુ ઈશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. તેમણે આ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો.
જાપાનીઝ ગવર્નરો સાથે મુલાકાત
પીએમ મોદીએ જાપાનના 16 પ્રાંતોના ગવર્નરો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ભારત-જાપાન વચ્ચે રાજ્ય-પ્રાંત સહયોગ મિત્રતાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. વેપાર, નવીનતા, ઉદ્યોગસાહસિકતા, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ છે.
ભારતીય ટ્રેન ડ્રાઇવરો સાથે વાતચીત
પીએમ મોદીએ JR ઈસ્ટમાં તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઇવરો સાથે પણ મુલાકાત કરી અને તેમની સાથે તસવીરો શેર કરી.
આજનું કાર્યક્રમ અને ચીન યાત્રા
તેમના પ્રવાસના અંતિમ દિવસે પીએમ મોદી ટોક્યો ઇલેક્ટ્રોન ફેક્ટરીની મુલાકાત લેશે. જાપાની પ્રધાનમંત્રી તેમના સન્માનમાં લંચનું આયોજન કરશે. ત્યાર બાદ બપોરે લગભગ 12:20 વાગ્યે પીએમ મોદી ચીનના તિયાનજિન જવા રવાના થશે, જ્યાં તેઓ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે યોજાનાર SCO શિખર સંમેલનમાં ભાગ લેશે.