મહારાષ્ટ્રને મળશે મેગા પ્રોજેક્ટ્સની ભેટ: PM મોદીનો બે દિવસનો પ્રવાસ, NMIA-મેટ્રો સહિત અનેક યોજનાઓનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસે નવુ મુંબઈ પહોંચશે, જ્યાં તેઓ દેશના સૌથી મોટા ગ્રીનફીલ્ડ એરપોર્ટ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (NMIA) ના પ્રથમ તબક્કાનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ સાથે જ તેઓ મુંબઈ મેટ્રોની લાઇન-3 (એક્વા લાઇન) ના અંતિમ તબક્કા, Mumbai One મોબાઈલ એપ અને STEP કૌશલ્ય વિકાસ કાર્યક્રમ ની પણ શરૂઆત કરશે.
નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ઘાટન બપોરે 3:30 વાગ્યે
પીએમ મોદી બુધવારે બપોરે 3:00 વાગ્યે નવી મુંબઈ પહોંચશે અને એરપોર્ટનું વૉકથ્રૂ નિરીક્ષણ કરશે. ત્યારબાદ 3:30 વાગ્યે તેઓ NMIA ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ એરપોર્ટ લગભગ ₹19,650 કરોડ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર થયું છે.
એરપોર્ટની મુખ્ય વિશેષતાઓ:
- દેશનો સૌથી મોટો ગ્રીનફીલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ
- Adani Airports Holdings ની 74% અને CIDCO ની 26% ભાગીદારી
- કુલ ક્ષેત્રફળ: 1160 હેક્ટર
- વાર્ષિક ક્ષમતા: 9 કરોડ મુસાફરો અને 3.25 મિલિયન મેટ્રિક ટન કાર્ગો
- તમામ ટર્મિનલોને જોડશે ઑટોમેટિક પીપલ મૂવર (APM)
- દેશનું પહેલું એરપોર્ટ, જે વૉટર ટેક્સી થી સીધું જોડાશે
- 47 મેગાવોટ સોલર પ્લાન્ટ અને સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ (SAF) સ્ટોરેજની સુવિધા
મુંબઈ મેટ્રો લાઇન-3નો અંતિમ તબક્કો શરૂ થશે
બુધવારે સાંજે પીએમ મોદી મુંબઈ મેટ્રોની લાઇન-3 (એક્વા લાઇન) ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ લાઇન 33.5 કિલોમીટર લાંબી છે અને કફ પરેડથી આરે જેવીએલઆર સુધી ફેલાયેલી છે, જેમાં કુલ 27 સ્ટેશનનો સમાવેશ થાય છે.
મેટ્રો લાઇનના મુખ્ય મુદ્દાઓ:
- નિર્માણ ખર્ચ: ₹37,270 કરોડ
- મુંબઈની પ્રથમ સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન
- અંદાજિત દૈનિક મુસાફર સંખ્યા: 13 લાખથી વધુ
- આ લાઇન દક્ષિણ મુંબઈના મુખ્ય વિસ્તારો જેમ કે ફોર્ટ, મરીન ડ્રાઇવ, મંત્રાલય, RBI, BSE અને નરીમન પોઇન્ટ ને જોડશે
- લાઇન રેલવે, મોનોરેલ, અન્ય મેટ્રો લાઇન અને એરપોર્ટ સાથે પણ સીધું જોડાણ પ્રદાન કરશે
‘Mumbai One’ એપ થશે લૉન્ચ
આ પ્રસંગે વડાપ્રધાન “Mumbai One” મોબાઈલ એપ પણ લૉન્ચ કરશે. આ ભારતની પહેલી એવી એપ છે જે 11 જાહેર પરિવહન ઓપરેટરોને એક જ પ્લેટફોર્મ પર લાવશે.
એપની ખાસિયત:
- એક ટિકિટમાં મલ્ટી-મોડ મુસાફરી
- ડિજિટલ ટિકિટિંગની સુવિધા
- રિયલ ટાઇમ અપડેટ્સ, વૈકલ્પિક માર્ગ સૂચનો
- SOS સેફ્ટી ફીચર
એપમાં સામેલ સેવાઓ:
- મેટ્રો લાઇન 1, 2A, 3, 7
- મુંબઈ મોનોરેલ, લોકલ ટ્રેન, BEST બસ
- થાણે, મીરા-ભાઇંદર, કલ્યાણ-ડોમ્બિવલી અને નવુ મુંબઈની ટ્રાન્સપોર્ટ સુવિધાઓ
યુવાનો માટે ‘STEP’ કૌશલ્ય કાર્યક્રમ
વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી રહેલા STEP (Short-Term Employability Program) નું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ યુવાનોને ઔદ્યોગિક જરૂરિયાતો અનુસાર તાલીમ આપવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યો છે.
કાર્યક્રમની વિશેષતાઓ:
- લાગુ થશે: 400 સરકારી ITI અને 150 ટેક્નિકલ હાઇ સ્કૂલ
- કુલ 2,500 તાલીમ બેચ, જેમાં:
- 364 બેચ ખાસ કરીને મહિલાઓ માટે
- 408 બેચ નવીનતમ તકનીકો પર આધારિત: AI, IoT, ઇલેક્ટ્રિક વાહનો, સોલર ટેકનોલોજી અને 3D પ્રિન્ટિંગ
વડાપ્રધાન મોદીના આ પ્રવાસથી મુંબઈ અને નવી મુંબઈના માળખાકીય સુવિધાઓને નવું પરિમાણ મળવાની અપેક્ષા છે. સાથે જ, યુવાનો માટે રોજગારની નવી તકો અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમની કાર્યક્ષમતા પણ વધશે.