પીએમ મોદીની મોટી જાહેરાત: ભારતમાં 7000 કિલોમીટર સુધી દોડશે બુલેટ ટ્રેન, ‘મેક ઇન ઇન્ડિયા’ સાથે જોડાશે પ્રોજેક્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાપાન યાત્રા દરમિયાન ભારતના બુલેટ ટ્રેન નેટવર્કને લઈને એક મહત્વાકાંક્ષી યોજનાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, માત્ર મુંબઈ-અમદાવાદ કોરિડોર સુધી જ સીમિત નહીં, ભારત સરકારનું લક્ષ્ય દેશભરમાં 7000 કિલોમીટર સુધી બુલેટ ટ્રેન નેટવર્ક વિકસિત કરવાનું છે.
PM મોદીએ શું કહ્યું?
જાપાનના આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું:
“ભારતમાં બુલેટ ટ્રેન માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા છે.”
તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનનો મોટાભાગનો હિસ્સો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ વિકસિત કરવામાં આવશે જેથી આ યોજના ટકાઉ, વ્યવહારુ અને આત્મનિર્ભર બની શકે.
જાપાનની ભાગીદારી પર ભાર
પીએમ મોદીએ કહ્યું કે આ પ્રોજેક્ટમાં જાપાની કંપનીઓની સક્રિય ભાગીદારીનું સ્વાગત છે. જાપાનની ટેકનિકલ નિપુણતા અને ભારતની ઉત્પાદન ક્ષમતા, ઇનોવેશન પાવર અને સ્કેલેબિલિટી મળીને એક મોટું પરિવર્તન લાવી શકે છે.
માત્ર બુલેટ ટ્રેન જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ
વડાપ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત-જાપાન સહયોગ માત્ર હાઈ-સ્પીડ રેલ સુધી સીમિત નથી. ભારત પરિવહનના અન્ય મુખ્ય ક્ષેત્રોમાં પણ મોટી પહેલ કરી રહ્યું છે, જેમ કે:
- બંદર વિકાસએવિએશન
- જહાજ નિર્માણ
- રસ્તા પરિવહન
- રેલવે
- લોજિસ્ટિક્સ
આ તમામ ક્ષેત્રોમાં જાપાનની ટેકનિકલ પ્રગતિ અને ભારતની પ્રભાવશાળી ક્ષમતા મળીને મોટા પાયે આર્થિક અને ટેકનિકલ લાભ આપી શકે છે.
‘મેક ઇન ઇન્ડિયા’ સાથે જોડાયેલી હાઈ-સ્પીડ રેલ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું મોટાભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં જ તૈયાર કરવામાં આવશે, જેનાથી માત્ર દેશમાં રોજગારની તકો જ નહીં વધે પરંતુ ટેકનિકલ આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન મળશે.
વડાપ્રધાન મોદીની આ જાહેરાત માત્ર ભારતના માળખાકીય સુવિધાઓને જ ગતિ નહીં આપે પરંતુ ભારત-જાપાન ભાગીદારીને પણ વધુ મજબૂત બનાવશે. 7000 કિલોમીટર સુધીનું બુલેટ ટ્રેન નેટવર્ક ભારતને વિશ્વના અદ્યતન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની હરોળમાં લાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે.