દિલ્હી બ્લાસ્ટ : “ઘટના ભયાનક, ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે…” ભૂટાનમાંથી PM મોદીએ આપ્યું નિવેદન
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ધમાકા પર ભૂટાનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું કે દિલ્હીમાં થયેલી ઘટના ભયાનક છે. તેના પાછળના ષડયંત્રકારીઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, તેઓ ગઈકાલે રાતભર આ ઘટનાની તપાસમાં જોડાયેલી તમામ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતા અને માહિતીના તાર જોડવામાં આવી રહ્યા હતા. પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે દેશની સુરક્ષા એજન્સીઓ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને દોષિતોને સખત સજા મળશે. ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટના બાદ ગૃહ મંત્રાલય (MHA) માં બેઠક બોલાવી હતી, જેમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.

તપાસ એજન્સીઓને ‘ફિદાયીન હુમલા’નો શક
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આ બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓને ફિદાયીન હુમલાનો શક છે. આ ધમાકાના તાર ફરીદાબાદના આતંકી મોડ્યુલ સાથે જોડાઈ રહ્યા છે. આ ઘટનામાં ૧૨ લોકોના મોત થયા છે. દિલ્હી પોલીસે આ મામલે આતંકી ષડયંત્રના એન્ગલથી તપાસ શરૂ કરી દીધી છે.
કાર ખરીદનાર સંદિગ્ધની ઓળખ
જે કારમાં ધમાકો થયો હતો તેનો CCTV ફૂટેજ સામે આવ્યો છે. કારમાં એક સંદિગ્ધ વ્યક્તિ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર ખરીદનાર આમિર નામનો વ્યક્તિ આરોપી ઉમરનો ભાઈ છે, અને બંનેની અટકાયત કરવામાં આવી છે.
Speaking in Thimphu, Bhutan. Watch. https://t.co/nLu0f5q5WY
— Narendra Modi (@narendramodi) November 11, 2025
ફરીદાબાદ મોડ્યુલ અને ‘જૈશ’નું કનેક્શન
સોમવારે ફરીદાબાદમાંથી ધરપકડ કરાયેલા ડૉ. શાહીનાને લઈને એક મોટો ખુલાસો થયો છે.
- ડૉ. શાહીના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગની મુખ્ય કમાન્ડર છે.
- તેને ભારતમાં મહિલાઓની ભરતી કરવાની અને જૈશ માટે રિક્રૂટમેન્ટ નેટવર્ક તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
- પાકિસ્તાન સ્થિત ‘જમાત-ઉલ-મોમિનાત’ જૈશની મહિલા વિંગ છે, જેની ભારતમાં કમાન ડૉ. શાહીનાને સોંપવામાં આવી હતી.
- આ સંગઠનનું મુખ્ય નેતૃત્વ પાકિસ્તાનમાં મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરી રહી છે. સાદિયા અઝહરનો પતિ યૂસુફ અઝહર કંદહાર હાઇજેક કેસનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો.
આ ધરપકડ અને તપાસના તાર સૂચવે છે કે દિલ્હી બ્લાસ્ટ પાછળ એક મોટું આતંકી ષડયંત્ર જવાબદાર હોઈ શકે છે.

