PMKVY Scheme : 10 વર્ષ પહેલા શરૂ થયેલી યોજના, લાખો યુવાઓનું બદલાયું નસીબ
PMKVY Scheme : મોહન, બિહારના એક ગામમાં રહેતા એક સામાન્ય યુવક. કોલેજમાં સારું પ્રદર્શન ન હોવાને કારણે નોકરીની શોધમાં હતા. ત્યાંથી શરૂ થયેલી તેમની સફળતા કથા, PMKVY Schemeથી પ્રેરણા લેવા જેવી છે. મોહને ‘પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના’ વિશે જાણ્યું અને પોતાના રસ મુજબ તાલીમ લીધી. આજે તે એક કુશળ ઇલેક્ટ્રિશિયન છે, અને સારી આવક સાથે આત્મનિર્ભર જીવન જીવી રહ્યો છે.
PMKVY યોજના શું છે?
વર્ષ 2015માં શરુ થયેલી PMKVY Scheme અંતર્ગત ટૂંકા ગાળાની કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે, જેથી યુવાઓ રોજગાર મેળવવા યોગ્ય બને. તાલીમ બાદ પ્રમાણપત્ર અને પ્લેસમેન્ટની તક મળે છે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ
યુવાઓને કૌશલ્ય મેળવવા માટે મફત તાલીમ
રોજગારની તકોમાં વધારો
બેરોજગારી ઘટાડવી
સ્વરોજગારીને પ્રોત્સાહન
યોજના હેઠળ મળતાં લાભ
તાલીમ સંપૂર્ણ મફત
દર મહિને ₹8000 સુધીનું સ્ટાઇપેન્ડ
નેશનલ લેવલે માન્ય પ્રમાણપત્ર
નોકરી મેળાઓ અને પ્લેસમેન્ટ માટે સહાય
તાલીમ સાથે ડિજિટલ, નાણાકીય અને સોફ્ટ સ્કિલ ટ્રેઇનિંગ
PMKVY હેઠળ આપાતી ત્રણ પ્રકારની તાલીમ
ટૂંકી ગાળાની તાલીમ (STT)
વિશિષ્ટ પ્રોજેક્ટ (SP)
પૂર્વ શીખેલા કૌશલ્યોની માન્યતા (RPL)
પાત્રતા માપદંડ
તાલીમ પ્રકાર વય મર્યાદા લાયકાત
STT 15-45 વર્ષ ભારતીય નાગરિક અને જરૂરી શૈક્ષણિક પાત્રતા
SP 15-45 વર્ષ વિશિષ્ટ જૂથો માટે, ભવિષ્યના વ્યવસાયો પર કેન્દ્રિત
RPL 18-59 વર્ષ પૂર્વ અનુભવ ધરાવતા લોકોને માન્યતા માટે
તાલીમ અંતે કેટલો લાભ મળે?
શીખેલી કુશળતાનું પ્રમાણપત્ર
દર મહિને ₹8000 સુધી સ્ટાઇપેન્ડ (કેટલાક કોર્સમાં)
પ્લેસમેન્ટ અને સ્વરોજગારીના માર્ગે સહયોગ
કેવી રીતે નોંધણી કરવી?
skillindiadigital.gov.in પર જઈ નોંધણી કરો
Learner તરીકે Register કરો, OTP દ્વારા e-KYC કરો
PMKVY 4.0 માટે Online Apply કરો
અભ્યાસક્રમ, સરનામું, શિક્ષણ વગેરે વિગત ભરો
અભ્યાસક્રમ પસંદ કરી અરજી કરો
જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
ફોટો
શૈક્ષણિક પ્રમાણપત્રો
જો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો – બેંક વિગતો
PMKVY હેઠળ શા માટે તાલીમ લેવાય?
તમે નીચેના ક્ષેત્રોમાં કૌશલ્ય તાલીમ મેળવી શકો છો:
ઇલેક્ટ્રીશિયન
ડેટા એન્ટ્રી ઓપરેટર
ફિટર, પ્લમ્બર, ડ્રાઈવર
હેલ્થ કેર સહાયક
ટેલરિંગ, બ્યુટી એન્ડ વેલનેસ
ડિજિટલ માર્કેટિંગ અને ઘણુ બધું
PMKVY તાલીમ ઓનલાઈન કે ઓફલાઈન?
મોટાભાગના કોર્સ ઓફલાઈન છે
ઓનલાઈન અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે
તાલીમ કેન્દ્રો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલ હોય છે