યુવા પેઢીને બચાવવા માટે પોલીસનું એક્શન: ચા-કેબિન અને પાનના ગલ્લાઓ પર પણ તકેદારી વધારી
પહેલા સ્થાનિક પોલીસ ગાંજો અફીણ અને ડ્રગ્સ બાબતે એક ગ્રામ બે ગ્રામ કે પાંચ ગ્રામ કે 10 ગ્રામના કેસ કરતા અચકાતી હતી પરંતુ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઇ અને સ્ટાફની ડ્રગ્સ બાબતે ફાળવણી થતાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ડ્રગ્સને લઈને છેલ્લા છ મહિનામાં 115 થી વધુ ગુનાનો નોંધવામાં અને 25
આરોપી પકડવમાં આવ્યા સૌથી મહત્વની બાબતે છે કે આજે 115 જેટલા કેસ થવા તેમાં મોટા ભાગના આરોપીને નામદાર કોર્ટ માંથી જમીન માટે મોટી અદાલતમાં જવું પડ્યું…….
વિશ્વમાં ડ્રગ્સ માટે અલગ અલગ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે ડ્રગ્સ રવાડે ચડેલું યુવા પેઢીને અટકાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ” નો ડ્રગ્સ ઇન સુરત સીટી” હેઠળ છેલ્લા છ મહિનાથી સુરતના તમામ પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે અલગ એક પીએસઆઇ અને સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી આધારે આજે સુરત શહેરમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ડ્રગ્સ બાબતના કેસો કરવામાં આવી રહ્યા છે તેમજ સુરત શહેરમાં છેલ્લા 10 મહિના ની અંદર 115 થી વધારે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ડ્રગ્સ ને લઈને ફરિયાદ નોંધાતા જેને લઈને ડ્રગ્સ વેચતા ડ્રગ્સ માફિયા 254 આરોપી પકડતા શહેરમાં ડ્રગ્સ માફિયા ફફડાટ વ્યાપી ગયો હતો….

સુરત શહેર વિશ્વના નકશા પર સૌથી વિકાસ પામતું શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે તેની સાથે ક્રાઈમ પણ વધી રહ્યા છે સાથે સાથે ડ્રગ્સ માફિયાઓ પણ સુરત શહેરમાં સક્રિય થયા હતા યુવા પેઢીને બરબાદ કરતા વિવિધ ડ્રગ્સ નું વેચાણ સુરત શહેરમાં આમ બન્યું હતું જેને અટકાવવા માટે સુરત શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી સ્લોગન હેઠળ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો અને તેમની વર્ય મર્યાદા નિવૃત્તિ બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત એ “નો ડ્રગ્સ ઇન સુરત સીટી” વધુ અસરકારક બનાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ માં પોલીસ ઇન્સ્પેક્ટર ની સંખ્યા વધારે સાથે સાથે સુરત શહેરના 37 થી વધુ પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે અલગથી એક પીએસઆઇ અને પાંચ સ્ટાફને નિમણૂક કરવામાં આવી હતી સુરત શહેરમાં દરેક ઝોન પ્રમાણે પોલીસ કાર્યવાહી નીચે મુજબ છે ….ઝોન 1 માં 24 કેસો કરીને 40 આરોપી પકડીયા હતા ઝોન 2 માં 7 કેસો કરીને 27 આરોપી ,ઝોન 3 માં 6 કેસો માં 21 આરોપી , ઝોન 4 માં 10 કેસો કરીને 27 આરોપી ઝોન 5 માં 12 કેસો માંથી 29 આરોપી,ઝોન 6 23 કેસો 41 આરોપી ,ઝોન 7 માં 8 કેસો 13 આરોપી પકડવામાં આવ્યા હતા ઝોન પ્રમાણે 1125 કેસો માંથી 254 આરોપી પકડવમાં સફળ થયા ગયા વર્ષે 2024 માં 52 કેસો હતા જયારે 127 આરોપી પકડવમાં સફળ થયા હતા તેમને અલગ અલગ વિસ્તારમાં વેચાતા અલગ અલગ ડ્રગ્સ બાબતે વેચાણ હોય તે વિસ્તારમાં કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી જેને લઈને છેલ્લા છ મહિના દરમિયાન સુરત શહેરના 37 વધુ પોલીસ સ્ટેશનમાંથી ડ્રગ્સ બાબતે જનજાગૃતિ અભિયાન હેઠળ અલગ અલગ વિસ્તારમાં 115 થી વધુ ડ્રગ્સના કેસો કરવામાં આવ્યા છે જેમાં 254 આરોપી પકડવા આવ્યા છે સૌથી મોટા ડ્રગ્સ માફિયા ની સાથે સ્થાનિક લેવલ પર પડીકી નું વેચાણ કરતા ડ્રગ્સ પેન્ડલ પર કેસો કરવાના આદેશ બાદ એક ગ્રામ બે ગ્રામ નું વેચાણ કરતા ડ્રગ્સ પેન્ડોરો આજે 254 જેટલા ને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે પહેલા પોલીસ ડ્રગ્સને લઈને કેસો કરતા અટકાતી હતી. જેની પાછળ વધારે સમય કેસનો અન્ય તપાસોમાં જતો હતો હવે તમામ પોલીસ સ્ટેશનમાં એક એક પીએસઆઇને સ્ટાફની ફાળવણી બાદ આજે સ્થાનિક લેવલ પર ડ્રગ્સ બાબતના કેસોમાં નોઘપત્રો વધારો થયો છે અને જોતજોતમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ડ્રગ્સ માફિયા પર સકજો ખેંચોમાં સુરત શહેર પોલીસ સફળ રહી છે અને રાજ્યમાં સૌથી વધારે ડ્રગ્સ બાબતે કેસમાં અવલ નંબર સુરત શહેર પોલીસ નું નામ નોંધાયેલું છે જેની પાછળ નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે કર્તવ્ય ને લઈને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક વધુ મોર પીછું ઉમેર્યું છે સુરત શહેરમાં સૌથી વધારે સ્થાનિક લેવલ પર વેચાણ કરવા લાવતા ડ્રગ્સ માફિયા ને પકડવામાં સૌથી મહત્વનો ફાળો સારોલી, પૂર્ણા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનનો રહ્યો છે સાથે સાથે અને પાંડેસરા ઉધના ,ખટોદરા, ઈચ્છાપોર રહ્યો છે જેના આધાર આજે 115 થી વધુ ડ્રગ્સ કેસો કરી ને 254 આરોપી પકડી પાડવામાં સુરતની સ્થાનિક પોલીસ સફળતા પ્રાપ્ત થઈ છે સૌથી ઉલ્લેખની એ બાબતે છે કે મોટાભાગના કેસોમાં ડ્રગ્સ માફિયા ને નામદાર કોટમાંથી જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી જે માટે મોટી કોર્ટમાં જોવું પડ્યું હતું જે સુરત શહેર પોલીસ ની તપાસ વિશ્વસનીયતા બતાવે છે સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ડીસીપી જયદીપસિંહ નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અશોક ચૌધરી અને પંડ્યા સાથે એસ ઓ જી નો તમામ સ્ટાફ મહત્વની ભૂમિકા ડ્રગ્સ માફિયા પર અંકુશ મેળવવામાં બજવવી હતી જેને લઇને સુરતના યુવા પેઢી ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવામાં પોલીસ હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને મોડી રાત સુધી ચાલતા અલગ અલગ ચા ને કેટલી પાનના ગલ્લાઓ પર પોલીસે એક્શન તૈયાર કર્યું છે જેથી કરીને ડ્રગ્સ માફિયા દ્વારા ડ્રગ્સ નો વેપલો નહીં થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે
