Police constable success: કોન્સ્ટેબલ રાજકારણમાં સફળ, અધિકારીઓના પ્રયાસ નિષ્ફળ
Police constable success: ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં પોલીસ વિભાગમાંથી આવતા કોન્સ્ટેબલોને રાજકારણમાં ઘણી મોટી સફળતા મળી છે, જ્યારે ઘણી વખત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાનું નસીબ અજમાવવા છલાંગ લગાવે છે પણ સફળતા પ્રાપ્ત કરતા નથી.
ઈટાલિયાની જીત: શપથવિધિથી લઈને વિસાવદરની લોકપ્રિયતા સુધી
અમદવાદના પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ તાજેતરમાં વિસાવદર બેઠક પરથી જીત મેળવી, અને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં શપથ લીધા. તેમના સમર્થકો અને પાર્ટીના નેતાઓ, જેમ કે ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠીયા, તેમના સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ જીત સાથે ગોપાલ ઈટાલિયા પણ તેના પૂર્વવર્તી પોલીસ કર્મચારીઓ જેવી સફળતા પ્રાપ્ત કરવા ખરા માર્ગે છે.
કોન્સ્ટેબલનો લોકસંપર્ક દબદબાનું મુખ્ય હથિયાર
ગોપાલ ઈટાલિયા, સી.આર. પાટીલ, જેઠા ભરવાડ અને ભવાન ભરવાડ — બધાએ એક સમાન વાત સાબિત કરી છે: લોકસંપર્ક અને જમીન સાથે જોડાયેલું કાર્ય વધુ અસરકારક છે. જ્યારે IPS અધિકારીઓ, જેમ કે પી.સી. બરંડા, ડી.બી. વાઘેલા, કુલદીપ શર્મા અને જસપાલસિંહ, રાજકારણમાં પોતાનું વલણ વધુ સમય ટકી ન શક્યા.
અધિકારીઓના અહંકાર સામે ખાકીના ઝંડા
આ અધિકારીઓ તેમના વ્યવસાય દરમિયાન સામાન્ય નાગરિક સાથે સીધો સંપર્ક કરતાં નહોતા, તેથી રાજકારણમાં તેમને જનતાનો ટેકો મળતો નથી.
ખાખીમાંથી ખુરશી સુધીનું સફર: ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ પણ પૂર્વ કોન્સ્ટેબલ
સી.આર. પાટીલનું ઉદાહરણ પણ અહીં નોંધનીય છે. પોતે પણ કોન્સ્ટેબલ રહી ચુક્યા છે અને આજે તેઓ માત્ર પ્રદેશ અધ્યક્ષ જ નહીં પણ ભારત સરકારમાં મંત્રી પણ છે. તેમની આગેવાની હેઠળ ભાજપે 2022 વિધાનસભા અને 2024 લોકસભા ચૂંટણીમાં શાનદાર પરિણામ મેળવ્યા છે.
ગુજરાતની આગામી રાજકીય દિશામાં ખાખી ભવિષ્ય ઘડે?
આજે જે પૂર્વ પોલીસ કર્મચારીઓ ગુજરાતની રાજકીય સત્તામાં પ્રભુત્વ ધરાવે છે, તેઓ ભવિષ્યના નેતૃત્વ માટે એક નવું માળખુ ઊભું કરી રહ્યા છે. પ્રશ્ન માત્ર એટલો છે કે શું ખાખીમાંથી ઉગેલી આ નેતાગીરી રાજ્યની ભવિષ્યની દિશા નક્કી કરશે?