અમદાવાદ મહાનગર પાલિકા ની 2 વોર્ડ ની પેટા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારો ની જાહેરાત કર્યા બાદ તરત જ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવાર ની જાહેરાત કરી દેવામાં આવી હતી ભાજપ દ્વારા ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર ના પુત્ર ને ટિકિટ આપી છે જ્યારે ચાંદખેડામાં રીનાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા ઇસનપુર વોર્ડમાં ભાવેશ દેસાઈ ને અને ચાંદખેડા વોર્ડમાં દિવ્ય જાગૃતિબેન રોહિત નું નામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજયની ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા, થરા નગરપાલિકા, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચાંદખેડા વોર્ડ અને ઇસનપુર વોર્ડની પેટાચૂંટણી યોજાવવાની છે.
ભાજપના બંને ઉમેદવારે આવતીકાલે ફોર્મ ભરશે
ભાજપે ઇસનપુર વોર્ડમાં પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટિકીટ આપી છે. જ્યારે ચાંદખેડા વોર્ડ માટે રીનાબેન આર. પટેલના નામની જાહેરાત કરી છે. ભાજપના બંને ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરશે. જ્યારે કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડમાં દિવ્યાબેન રોહિતને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
6 મહિનામાં ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટણી
ગત ચૂંટણીમાં ચાંદખેડામાં ભાજપમાંથી જીતેલા મહિલા કોર્પોરેટર પ્રતિભા સક્સેનાએ રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી. જ્યારે ઇસનપુરના ભાજપના કોર્પોરેટર ગૌતમ પટેલનું અવસાન થતા જગ્યા ખાલી પડી હતી. આ બંને વોર્ડમાં 6 મહિના બાદ ફરી ચુંટણી યોજાશે. ચૂંટણી જાહેર થતાં ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં આદર્શ આચાર સંહિતા લાગી છે.