ગાંધીનગર, 4 જૂન 2020,
કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લાવે છે. કૈલાસનાથન જેવા અધિકારીઓ જન પ્રતિનિધિઓને તોડવાનું કામ કરે એ શરમજનક છે.
તેમના પર આક્ષેપોના પૂરતા પુરાવા છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખોટા કેસોમાં ફસાવવાનું કામ કરે છે. ગુજરાતના ટેક્સમાંથી જે અધિકારીઓને પગાર ચૂકવાય એ રાજકીય હાથાઓ બની રહ્યા છે. એવા ગંભીર આરોપો કૈલાસનાથન ઉપર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મૂક્યા છે.
કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આક્ષેપ લગાવતા જણાવ્યુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે.
""કોરોના_કમળ અને કેકે""
કોરોનાની કઠણાઈમાં મુરઝાયેલા
"'કમળ'"ને ફરીથી ખિલવવા..,શું કેરી ખાઈને "'કેકે'" જ કરી
રહ્યા છે કાળા કામની કળા.?#ગુજરાત_બચાવો_અભિયાન— Paresh Dhanani (@paresh_dhanani) June 4, 2020
હાર્દિક પટેલને ખરીદવા 1200 કરોડની ઓફર
આ અગાઉ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સુરતની જેલમાં હતા ત્યારે કૈલાસ નાથને જેમાં હાર્દિક પટેલને ખરીદવા માટે રૂ.1200 કરોડની ઓફર કરી હતી. હાર્દિક પટેલ ભાજપને ભારે પડી રહ્યાં છે. ભાજપની મત બેંકનું ધોવાણ તેમણે ચાલુ રાખ્યું છે. હાર્દિક પટેલને ખરીદવા માટે રૂ.1200 કરોડની ઓફર લઈને ગાંધીનગરના અધિકારી કૈલાશ નાથન ગયા હતા. તેમ છતાં તે ખરીદાયો ન હતો.
અમિત શાહને તે ભારે પડી રહ્યા હતા. આંદોલન પરત ખેંચી લેવું અને ભાજપને સમર્થન આપવું એવી બે શરત સાથે આ રકમ આપવા માટે ભાજપ તૈયાર હતો. તે રકમ લેવાનો કે સમાધાન કરવાનો ઈન્કાર હાર્દિક પટેલે કર્યો હતો. ત્યારથી તેમની સામે સતત ગુનાઓ નોંધવા માટે પોલીસને સૂચના આપવાનું કામ પ્રદીપ જાડેજા કરી રહ્યાં છે. શાહ દ્વારા હાર્દિક પટેલને ચૂંટણી ન લડવા દેવા માટે સરકારે અદાલતમાં જે રજૂઆત કરી છે તેના ગંભીર પ્રત્યાધાતો પડ્યા છે.
જે અમિત શાહના ગુજરાત આગમનથી જુના ઘા તાજા થઈ રહ્યાં છે. જે સમગ્ર ગુજરાતમાં ભાજપને ભારે પડી શકે છે. રેશ્મા પટેલે પણ અમિત શાહને પડકાર્યા હતા તે તેમની તાકાત હોય તો પોરબંદરથી તેમની સામે ચૂંટણી લડી બતાવે. આવો પડકાર આ બન્ને નેતાઓએ ફેંક્યા બાદ બન્ને પર હુમલા થયા છે જેમાં નિમિત્ત કપીલ છીબ્બલ બન્યા છે. જો તેઓ અમિત શાહના અબજોના બનાવટી નોટોના કૌભાંજો જાહેર ન કર્યા હોય તો કદાચ આ હુમલા બીજા કોઈ પ્રસંગે થયા હોત અને તે મસાચાર ડાવર્ટ કરી શકાયા હોત.
રૂપાણીના બદલે કે. કે.નો વહીવટ
વહીવટ રૂપાણી નહીં પણ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને સરકારના સલાહકાર કે કૈલાશનાથન કરી રહ્યાં છે. વહીવટીતંત્ર મુખ્યપ્રધાનને ગણકારતુ નથી કોઈ ગણકારતું નથી. દર ગુરૂવારે બેઠક મળે છે જેમાં મુખ્ય પ્રધાને ફાઈલો પર સહી કરવાની હોય છે અથવા તો કામ પરત કરવાનું હોય છે. આ વખતે કૈલાશ નાથન હાજર હોય છે અને જે તે વિભાગના અધિકારી પણ હોય છે. દેખાવ એવો કરાય છે કે મુખ્ય પ્રધાનનો આ નિર્ણય છે.
ખરેખર તો દરેક ફાઈલ પર અલગ અલગ 3 રંગની ટેગ લગાવેલી હોય છે તેના આધારે મુખ્ય પ્રધાને નિર્ણય લીધો હોવાનો દેખાવ કરવાનો હોય છે. ગૃહ વિભાગ આમ તો મુખ્ય પ્રધાનની અંદર આવે છે. પણ ગૃહ વિભાગના મોટાભાગના નિર્ણયો બહારથી લેવામાં આવે છે. આનંદીબેન પટેલે જાહેરમાં એકરાર કર્યો હતો કે, જીએમડીસી મેદાન અને બહાર ગુજરાત ભરમાં પોલીસે લાઠી ચાર્જ કર્યો અને ગોળીબાર કર્યો તે મેં આદેશ આપ્યો ન હતો.
આવી હાલત વિજય રૂપાણીની છે ગાલ પર ઝાપટ મારીને ગાલ લાલ રાખી રહ્યાં છે. રૂપાણી ને ઘણી વખત ખબર પણ હોતી નથી કે, નિર્ણય લેવાયો છે. વહીવટી તંત્રમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જાણી ગયા છે કે મુખ્ય પ્રધાન માત્ર અંગુઠો મારી રહ્યાં છે. નિર્ણય તો બીજા કોઈ કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાન આસપાસ માયાજાળ રચી દેવામાં આવી છે. આ કારણે અધિકારીઓ મુખ્ય પ્રધાનને ગણકારતા નથી. વહીવટ ખાડે ગયો છે.
6ઠ્ઠી વખત નોકરી મળી
30 નવેમ્બર 2019માં ગુજરાતના મુખ્ય પ્રધાન રૂપાણીના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ સનદી અધિકારી કુનિયિલ કૈલાસનાથનને બે વર્ષનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો હતો. તેઓની ડિસેમ્બર 2021માં મુદત પૂરી થશે. આમ તેઓ સતત 6 વખત નિવૃત્તિ પછીનું નોકરીનું એક્સટેન્શન મેળવનારા અધિકારી છે. રાજ્ય સરકારની અતિમહત્ત્વની જગ્યા પર છથી વધુ વર્ષ માટે કામ કરનારા પહેલા સનદી અધિકારી બન્યા છે. જેમાં સરકારના નિયમોનો ભંગ થાય છે.
નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું
1979 બેચના અધિકારી કૈલાસનાથન ગુજરાત સરકારનો વહીવટ કરતાં આવ્યા છે. તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હુમાન છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું હતું. ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા. ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત રહ્યા અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.
નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા. જૂન 2013માં સેવાનિવૃત્ત થયા બાદ તુરંત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી. 7 વર્ષથી તેઓ નિવૃત્તિ પછી પણ સરકારનો પગાર લઈને રાજકીય કામ કરી રહ્યાં છે.
આનંદીબેન પટેલે પણ બે એક્સટેન્શન આપ્યા
2014ની લોકસભા ચૂંટણી બાદ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે એવું હતું કે તેમને દિલ્હી લઈ જશે. પણ મોદીએ પોતાના બાતમીદાર તરીકે મુખ્ય પ્રધાનની ઓફિસમાં જ રાખ્યા હતા. ગુજરાતમાં મોદી જે કરાવવા માંગે છે તે કે.કે. દ્વારા કરાવે છે. હવે આર્થિક વહીવટ પણ કે.કે. પાસે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ 2016થી ડિસેમ્બર 2017 અને ડિસેમ્બર 2017થી ડિસેમ્બર 2019 સુધીનું એક્સટેન્શન અપાયું હતું.
અધિકારી કે રાજદ્વારી
33 વર્ષ સુધી ગુજરાતમાં આઈએએસ અધિકારી તરીકે પ્રજાની નોકરી કર્યાં બાદ, તેઓ નિવૃત્તિ પછી પણ 7 વર્ષથી પ્રજાની તીજોરીમાંથી પગાર લઈ રહ્યાં છે. કામ કર્યાં બાદ આ વધુ સાડા છ વર્ષના સમયગાળા માટે કૈલાસનાથને કામ કર્યું છે. કૈલાસનાથન પાસે હાલ ઘણી મહત્ત્વના ખાતાની કામગીરી છે. ત્રણ મુખ્યમંત્રીના કાર્યકાળમાં કે. કૈલાસનાથન કામ કરીને હવે તેઓ અધિકારી નહીં પણ રાજકારણી થઈ ગયા છે. તેમને વધુ બે વર્ષ એટલે ડિસેમ્બર 2021 સુધી નોકરી માટે પરવાનો આપ્યો છે.
મોદી અને શાહની નજીક
કૈલાસનાથન એવી વ્યક્તિ છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીક છે. રાજ્ય સરકારમાં શું ચાલી રહ્યું છે. કેવા પ્રકારના ફેરફારોની આવશ્યકતા છે, કોણ શું કરે છે તેનું સીધું ધ્યાન કૈલાસનાથન રાખી રહ્યાં છે. તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારને જોડતી એક કડી માનવામાં આવે છે. રાજ્યના ચીફ સેક્રેટરી કોણ થશે તે કૈલાસનાથન નક્કી કરતા હોય છે પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીએ સીધી સૂચના આપી છે. કૈલાસનાથન વયનિવૃત્ત થયા પછી તેમના માટે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરવામાં આવી છે.
2006થી મુખ્ય પ્રધાનની કચેરીમાં 14 વર્ષથી સળંગ કામ કરે છે
કૈલાસનાથન 2006માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્રસચિવ તરીકે દાખલ થયા હતા. આ સમયથી તેઓ મુખ્યમંત્રી કચેરીમાં કામ કરી રહ્યાં છે. તેમનો સમયગાળો એક રેકોર્ડ છે. હવે નવા ઓર્ડર પ્રમાણે રૂપાણી એટલે કે ભાજપ સરકારની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહી શકશે.
2022 સુધી રહેશે
કૈલાસનાથનની નજર આવનારી ચૂંટણીઓ અને તેની સ્ટેટેજી બનાવવામાં હોય છે. રાજ્ય સરકારની તમામ પોલિસી અને નિર્ણયોમાં કૈલાસનાથનનું મહત્વનું યોગદાન હોય છે. મોદી જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવાર થયા ત્યારે કૈલાસનાથને દેશભરમાં મોદી માટે યાત્રાઓ કરી હતી. હજુ 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી કૈલાસનાથન આ જ પદ પર યથાવત્ રહેશે તેમ સરકારના સૂત્રો જણાવે છે.