અમરેલી જિલ્લાના લાઠી-બાબરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પછી કોંગ્રેસમાં જતા રહેલા હનુભાઈ ધોરાજીયા ફરીથી ભાજપમાં જોડાયા છે. ધારણા પ્રમાણે ભાજપ લોકસભાની જે બેઠક પરથી હારવાનું હતું તે તમામ બેઠક પર પક્ષાંતર કરાવીને કોંગ્રેસને નબળી પાડવી જેમાં અમરેલી પણ છે. ઉપરાંત જુનાગઢ, સુરેન્દ્રનગર અને જામનગર બેઠકનો પણ સમાવેશ થાય છે. જેમાં હવે અમરેલીમાં ભાજપે પક્ષાંતર શરૂ કરાવ્યું છે. હનુ ધોરાજીયા પહેલાં ભાજપના જ હતા તેથી તેમની ઘરવપસી થઈ છે.
2007માં હનુભાઈ ભાજપની ટિકિટ પરથી બાબરા લિલિયા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. પણ ભાજપે 2012માં વિખવાદોના કારણે તેમને ટિકિટ આપી ન હતી. તેથી તેઓ કોંગ્રેસમાં જતાં રહ્યાં હતા અને ભાજપ સામે કામ કરતાં હતા. તેઓ અનામત આંદોલનમાં હાર્દિક પટેલની સાથે કામ કર્યું હતું.
ચાલુ ધારાસભ્યની ક્ષમતા ઓછી આંકીને તેમને 2012માં ભાજપના પ્રદેશ પ્રમુખ આર સી ફળદુએ ટિકિટ આપી ન હતી હવે ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘામીએ તેમને આવકારતાં કહ્યું હતું કે, હનુભાઈની ક્ષમતા પર ભાજપને ભરોસો છે. જૂનાગઢ, ધાંગધ્રા, મહેસાણા અને રાજકોટ બાદ હવે ભાજપે હનુ ધોરાજીયાનું પક્ષાંતર કરાવીને અમરેલી લોકસભા બેઠક જીતવા માટે કાવાદાવા અને અનીતિ ચાલુ કરી છે.
2014માં લાઠી બાબરા વિધાનસભામાં હનુભાઈ કોંગ્રેસની ટીકિટ પરથી 2700 વોટે હાર્યા હતા. તેઓ સુરતમાં રહે છે. હાર્દિક પટેલ પર હથિયાર તરીકે હુમલો કરવા માટે ભાજપ તેમનો ઉપયોગ કરી રહ્યો છે. શ્રીમંત પરિવારમાંથી આવે છે. સેવાકિય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. હનુ ભાભાના નામથી તેમના ટેકેદારો ઓળખે છે.
દામનગરમાં તેમની સામે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. હનુભાઈ ધોરાજીયા વિરુદ્ધ ચારિત્ર્ય, વ્યસન સહિતની ટેવ ધરાવતા હોય તેવી વિગતો સહિત અનેક બબાતો માટે પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. પોલીસે તાકીદે કાર્યવાહી કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.