ભાજપના નવા નિયુક્ત થયેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને પત્રકારે પ્રશ્નો કર્યા તેના જવાબ અહીં આપવામાં આવ્યા છે.
પત્રકારનો પ્રશ્ન
તમે પ્રમુખ બન્યા પછી ના દિવસ થી કે એજ દિવસ થી ફરી થી તમારા નામની ચૂંટણી પંચને આપેલા શોગંદનામાની નકલ વાઇરલ થઇ રહી છે, જેમાં તમારી સામે 107 ગુના નોંધાયા છે એવી માહિતી છે, વળી ફરીથી તમારૂં ડાયમન્ડ જ્યુબિલી બેન્ક વાળો પ્રશ્ન પેટા ચૂંટણીમાં ઉઠાવે એવી ચર્ચા છે એની સામે તમે કઈ રીતે જવાબ આપશો ?
( થોડાક ગુસ્સા સાથે)
સી. આર. પાટીલનો જવાબ :
જુઓ ભાઈ કોંગ્રેસ શું ચલાવશે કે શું કરશે એનો જવાબ હું ન આપી શકું, રહી વાત એફિડેવિટ ની તો તમને કહું જો સમય હોય તો મારી 2019ની એફિડેવિટ કાઢી ને જોઈ લો મારી સામે શું છે અને શું નથી ? તમને અને તમારા જેવા પ્રશ્નો કરનાર ને સાચો જવાબ મળી જશે ? સત્ય મારી સાથે છે. આજે નહિ આવનાર દાયકાઓ સુધી ભાજપની સરકાર રહેવાની છે.
માન્યતા જ ખોટી છે હું નોન ગુજરાતી કે બિન ગુજરાતી છું જ નહિ, મારો જન્મ 16 માર્ચ 1955 ના રોજ ત્યારના બોમ્બે સ્ટેટમાં આવેલા જલગાવના પીપરી અકરાઉત ગામે થયો હતો. અમે જ્યાં સુધી બોમ્બે સ્ટેટ હતું ત્યાં સુધી મહારાષ્ટ્રમાં હતા. જેવું વિભાજન થયું એવો મારો પરિવાર દક્ષિણ ગુજરાતમાં આવી ગયો. હું દક્ષિણ ગુજરાતની સ્કૂલમાં જ ભણ્યો છું. સુરતના ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ લીધું છે.
પછી પોલીસમાં નોકરી કરી અને 1984માં પોલીસ કર્મીઓ ને થતા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાને કારણે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પછી મેં નોકરી છોડી દીધી. રાજકારણ તરફ પગલું ભર્યું હતું. 1989માં કાશીરામ રાણા સાથે ભાજપમાં જોડાયો હતો. એ પછી જે થયું એ તો તમને ખબર છે. હું કઈ રીતે નોન ગુજરાતી થયો ? મને અને મારી વિરુદ્ધ ઉભો કરવામાં આવતો આ મુદ્દો જ ખોટો છે.
ચૂંટણીની રણનીતિમાં અમારે જે કરવાનું છે અને જે તૈયારી કરવાની છે એ અમે કરી લીધી છે, ગુજરાતમાં આમારી સામે વિરોધ પક્ષ છે ક્યાં ? કોઈ ચૂંટણી જીત્યું છે ? કોંગ્રેસમાં કોઈ નેતા છે ? કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા છે ? લોકો શું કામ કોંગ્રેસને મત આપશે ? ભાજપનો દરેક કાર્યકર આજે આ મહામારીમાં લોકો સાથે ઉભા રહ્યા. કોંગ્રેસીઓ અને કોંગ્રેસી નેતાઓ લૉકડાઉન માં પોતાની જાત ને લૉકડાઉન કરી ને બેસી ગયા છે. હવે આવા પક્ષ ને મત કોણ આપે ? એટલે રણનીતિ ની વાત જવાદો પ્રજા જ અમને જીતાડશે. વિધાનસભાની આઠ બેઠકો પણ જીતીશું અને જિલ્લા પંચાયત કોર્પોરેશન પણ જીતીશું.
કોંગ્રેસના હાર્દિક પટેલની વાત છે તો એમની પાસે નેતા જ ક્યાં છે ? કોને બનાવે ? અને પાટીદાર નારાજગી જેવું કઈ છે જ નહી. મગજ ની ઉપજ છે. પાટીદાર સહીત દરેક સમાજ ભાજપ સાથે જ છે અને ભાજપ સાથે જ રહેશે. ક્યાંય કોઈ નારાજગી છે જ નહિ. નારાજગી થશે પણ નહિ. વિધાનસભાની પેટા ચૂંટણીમાં દરેક સમાજ ભેગા થઇ ભાજપને જીતાડશે.
બીજેપીનાં વરિષ્ઠ નેતા અને માજી મુખ્યમંત્રી માનનીય શ્રી કેશુભાઇ પટેલજીનાં આશીર્વાદ લીધા. pic.twitter.com/snU90rEoE3
— C R Paatil (@CRPaatil) July 22, 2020
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી @v_shrivsatish જીની ઉપસ્થિતિમાં પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાઈ.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @bhikhubhaidbjp જી, પ્રદેશ મહામંત્રીશ્રીઓ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. pic.twitter.com/kNLt7jrloa
— C R Paatil (@CRPaatil) July 22, 2020
Is this true or false ? Gujarat want to answer pic.twitter.com/IkbdSlG4JA
— Nilesh Joshi (@NileshJ53593637) July 22, 2020
સી આર પાટીલે આ ટ્વીટ કરેલા છે.