રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું મોટાભાગે ઉત્તરાયણ બાદ તરત જ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.જેમાં 18 જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામુ બહાર પાડી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી હોવાનું ચૂંટણી પંચના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.રાજ્યભરની તાલુકા-જિલ્લા, નગરપાલિકા અને છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે સુપ્રિમ કોર્ટે ફેબ્રુઆરી માસનું અલ્ટીમેટમ આપ્યા બાદ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ કરી છે.
