મળતી માહિતી મુજબ મંત્રી મંડળની શપથ વિધિ આજે મુલતવી રાખવામાં આવી છે ? એવું તે શું થયું કે રાજભવન ખાતેથી શપથ વિધિના પોસ્ટર્સ હટાવાયા ? કેમ કરવામાં આવ્યો છેલ્લી ઘડીયે શપથ વિધિના કાર્યક્રમને રદ ? મળતી માહિતી મુજબ રાજભવન ખાતે આજે મુખ્ય મંત્રી મંડળના નવા મંત્રી જાહેર કરી એમનો શપથ વિધિ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો તે આજે આજે મુલવતી રાખવામાં આવી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજના કાર્યક્રમની પૂરતી તૈયારી કરી લેવામાં આવી હતી મહેમાનોની બેઠક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી અને ફુલહારથી લઈને બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ ઘટના પર મીડિયા સહીત સૌની નજર મંડાયેલી હતી ત્યારે અચાનક જ આ કાર્યક્રમને આવતી કાલ પર મુલતવી રાખવામાં આવ્યો છે તે સૌને આંચકો આપનાર સવાલ બની ગયો છે. નવી માહિતી મુજબ આવતી કાલે 1:30 વાગે યોજવામાં આવશે શપથ વિધિ.
ઉલ્લેખનીય છે કે નવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદનો તાજ સંભાળ્યાના માત્ર ચોવીસ જ કલાકમાં ભાજપની ટોચની નેતાગીરીની નારાજગી સામે આવી ગઈ હતી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને ભૂતપૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ નારાજ નેતાઓની પ્રથમ હરોળ હતા . તેમની નારાજગી ને રાજીપામાં બદલવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાઓને રાજી કરવા માટે ત્રણ કલાક જહેમત કરવી પડી હતી. તો બીજી બાજુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાને મળ્યાની પણ આશંકા હતી . ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંડળમાં સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હોવાના પણ અહેવાલો હતા . તથા તેમને સરકારમાં નંબર-૨નું સ્થાન અપાય તેવી આશંકાઓ સેવાઇ રહી હતી.