તાજેતરની ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જેમાં કુલ સીટોમાંથી નવ સીટો મુસ્લિમ સમાજને ફાળવવામાં આવી છે. કહેવાય છે કે આ વિસ્તારના ધારાસભ્ય એક સમયે વિધાનસભાની ચૂંટણીમાં એવું કહેતા હતા કે તેઓને ચૂંટણી જીતવા માટે મુસ્લિમ મતોની જરૂર નથી. શૈલેષ સોટ્ટા જે તે સમયે ભાજપના પ્રતીક ઉપર ચૂંટણી લડેલા અને હાલમાં નગરપાલિકા ની ડભોઈની ચૂંટણીમાં ભાજપના વડોદરા જિલ્લાના પ્રમુખ અશ્વિનભાઈ દ્વારા મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવાર તરીકે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપતા આશ્ચર્ય સર્જાયું છે. મુસ્લિમ મતોની જરૂર ધારાસભ્યને જરૂર નથી પણ હવે એવું જણાતું લાગતું નથી એવી વ્યાપક ચર્ચા છે ભાજપના પ્રમુખ શ્રી ને આ ચૂંટણીમાં મુસ્લિમ મતોની જરૂર હોય તેવું બહાર આવેલ છે આવા સંજોગોમાં વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ અને હાલના ધારાસભ્ય બન્નેમાં વિચારસરણીમાં ફેર હોય તેવું દેખાઈ છે અને બન્ને વચ્ચે મુસ્લિમ મતોની જરૂરિયાત અને મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા બાબતે સંકલન થયેલ હોવાનું જણાતું નથી. અહીં લોકો માં ચર્ચા ઉઠી છે કે મુસ્લિમ મતોની જરૂર ભાજપ પાર્ટીને જરૂરિયાત હોય પરંતુ ધારાસભ્યને જરૂર નથી, જ્યારે આ ધારાસભ્ય જાહેરમાં કહે છે તે સત્ય હોવાનું માનવું કે નગરપાલિકા ની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવા પાછળનો હેતુ સ્પષ્ટ રીતે નક્કી થતો નથી….આવા સંજોગોમાં ભાજપને નગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો ઉપર આધાર રાખવો એટલો બધો જરૂરી છે ત્યારે આવા નિર્ણય ને લીધે બન્ને હિન્દૂ મુસ્લિમ લોકો કોને મત આપવો અને ક્યાં ઉમેદવારને જીત અપાવવી એ દ્વિધા ઉભી થાય. ભાજપની આ નગરપાલિકામાં ટિકિટ ફાળવણી કેટલે અંશે સફળ થાય તેનો અંદાજ ચૂંટણી પરિણામો જાહેર થાય તે પછી જ ખબર પડે.
ડભોઈ ધારાસભ્યના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
સતા મેળવવા માટે ગમે તે ખોળે બેસી જતા રાજકારણીઓની મેલી રમત અંતે ખુલ્લી પડે છે જ તે સાબિત થઈ ગયું છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
ધારાસભ્યને પૂછો સવાલ કે તમે આ બે મોઢાની વાત કેમ કરો છો.શુ હિન્દૂ અને મુસ્લિમ પ્રજાને મૂર્ખ સમજી જાતિ જ્ઞાતિ વાદ કરી ચૂંટણીઓ પોતાના વિકાસ માટે જ જીતી રાજ કરો છો.રાજકારણની મેલી રમત કરી તમે હિન્દૂ પ્રજા સામે હવે ખુલ્લા પડી ગયા છો. જાહેર મંચ પરથી બોલેલા શબ્દો ભૂલી જઇ અને નવના માથે સહેરા બાંધવા શા માટે નીકળ્યા છો? વિકાસના કામો કરો, બોલેલું તો.કમ સે કમ પાળો અને આ અંગે પ્રજા સામે ખુલાસો કરો કે તમે નવ નવ ટિકિટો લઘુમતીઓ ને ફાળવવા મુદ્દે લોકો માં વિવાદ ઉભો થયો છે. જાગૃત મતદારો તેનો મિજાજ આવનારી ચૂંટણીમાં બતાવશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.