રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત સમારંભ દરમ્યાન જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલ રાષ્ટ્રગીત દરમ્યાન બેસી રહ્યા. સ્વાસ્થ્ય કારણોસર તેમણે આ ખાસ છૂટ આપી છે. આની પહેલાં પણ દેશ-વિદેશમાં આયોજીત કેટલાંય ઔપચારિક સમારંભમાં મર્કેલને પહેલાં પણ બેઠેલા દેખાય છે. ખાસ જોગવાઇની અંતર્ગત જર્મનીના ચાન્સેલરને આ છૂટ અપાઇ.
ઔપચારિક સ્વાગત સમારંભમાં નિયમ અનુાસર રાષ્ટ્રાધ્યક્ષ ઉભા થઇને રાષ્ટ્રગીતના પ્રત્યે સમ્માન વ્યકત કરે છે. મર્કેલને ખાસ છૂટ અપાઇ છે આથી તેમના માટે ખુરશીની સગવડતા કરાઇ હતી. રાષ્ટ્રગીત સમાપ્ત થયા બાદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલરનું હાથ મિલાવી અભિવાદન કર્યું અને તેમણે ત્યાં હાજર કેટલીય બીજી હસ્તીઓ સાથે હાથ મિલાવ્યા. રાષ્ટ્રગાન બાદ મર્કેલે ભારતીય દળ સાથે મુલાકાત કરી જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર પણ હાજર હતા. જર્મનીના પ્રતિનિધિ દળના સભ્યો સાથે પીએમ મોદીનો પરિચય ખુદ મર્કેલે કરાવ્યો.
આ વર્ષે એક કાર્યક્રમ દરમ્યાન બગડી હતી તબિયત
જર્મનીના ચાન્સેલરના સ્વાસ્થ્યને લઇ પહેલી વખત આ વર્ષે ચર્ચા શરૂ થઇ. યુક્રેનના રાષ્ટ્રપતિના સ્વાગત કાર્યક્રમ દરમ્યાન મર્કેલ થર-થર ધ્રુજવા લાગ્યા હતા. જો કે બાદમાં તેમના કાર્યાલયની તરફથી નિવેદન રજૂ કરાયું હતું કે ઓછું પાણી પીવાના લીધે તેમની તબિયત બગડી હતી. તેમને કોઇ ગંભીર સમસ્યા નથી.
મર્કેલને સ્વાસ્થ્યના કારણોસર ઉભા રહેવામાં તકલીફ
ચાન્સેલર મર્કેલને કોઇની મદદવગર ઉભા થવામાં મુશ્કેલી પડે છે. તાજેતરમાં દેશ-વિદેશમાં આવા સ્વાગત સમારંભ દરમ્યાન બેઠેલા જોવા મળ્યા છે જેમાં ઉભા થવા માટે બીજાની જરૂર પડે છે. એવું કહેવાય છે કે જર્મનીથી કરાયેલા આગ્રહના આધાર પર વ્યવસ્થાની અનુરૂપ ખાસ છૂટ અપાય રહી છે.
Delhi: German Chancellor Angela Merkel receives ceremonial reception at Rashtrapati Bhawan pic.twitter.com/e1dI9yZMgf
— ANI (@ANI) November 1, 2019