ભાજપના દરેક પ્રચાર સાહિત્યમાં દિલ્હી હાઈકમાન્ડ દ્વારા જણાવવામાં આવેલ છે કે નરેન્દ્ર મોદીની તસવીર રાખવી ફરજિયાત છે. પણ ભાજપનો જૂથવાદ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ઉત્તર ગુજરાતના પાટણમાં જવાના છે. તેમના ત્યાં 25 નેતાઓ સાથેના મોંઘા પોસ્ટર લગાવી દેવાયા છે. 10 ફૂટના એક બેનર પાછળ 4 થી 5 હજારનો ખર્ચ થાય છે. આ બેનરમાં 24 નેતાઓની તસવીર છે પણ એક માત્ર નરેન્દ્ર મોદીની તસવીર નથી મૂકવામાં આવી.
હોર્ડીંગ આખા પાટણ શહેરમાં લગાવી દેવામાં આવ્યા હતા ત્યારે એક કાર્યકરે ફરિયાદ કરી કે મોદીનો ફોટો કેમ નથી. ત્યારે તુરંત જ આદેશ કરવામાં આવ્યા કે તમામ કિંમતી હોર્ડીંગ્સ નીકાળી દો અને તેના સ્થાને મોદીની તસવીર સાથે નવા હોર્ડીંગ્સ,બેનર અને પેમ્પ્લેટ બનાવડાવી દો. પાટાણ જિલ્લામાં દરેક ગામમાં શહેર અને મુખ્ય રસ્તા પર આ બેનરો લગાવવામાં આવ્યા હતા.આ બેનરો છાપવાનું કામ પાટણમાં ઓફસેટ પર આપવામાં આવ્યું હતું ત્યારબાદ મોદી ના ફોટા વગર ના બેનર નો વિવાદ થતા આજે 1 સપ્ટેમ્બર 2020એ સાંજે મોદી ના ફોટો વાળા બેનર છપાવવા આપવામાં આવ્યા હતા.