નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય બજેટ 2021-22ને ધ્યાનમાં રાખીને સોમવારે માળખાગત સુવિધાઓ, ઊર્જા અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં અગ્રણી નિષ્ણાતો સાથે 11મી પૂર્વ-બજેટ પરામર્શ કર્યો હતો. આ બેઠકમાં નિર્મલા સીતારમણ ઉપરાંત નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, નાણાં સચિવ ડૉ. એબી પાંડે, મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યમ અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને આજે માળખાગત સુવિધાઓ, ઊર્જા અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રમાં અગ્રણી નિષ્ણાતો સાથે 11મી બજેટ બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ 14 ડિસેમ્બરથી વિવિધ હિતધારકો સાથે બજેટ પૂર્વેની બેઠકો શરૂ કરી હતી. આ વખતે કોરોના વાયરસની મહામારીને કારણે આ બેઠકો યોજાઈ રહી છે.
જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ 2021-22 ફેબ્રુઆરી 2021ના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી હાલમાં વિવિધ હિતધારકો પાસેથી બજેટ સૂચનો લઈ રહ્યા છે. કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત દેશના અર્થતંત્રમાં આગામી સામાન્ય બજેટ રજૂ થવાજઈ રહ્યું છે. આ બજેટનું મહત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.
તાજેતરમાં નાણામંત્રીએ એસોચેમના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “હું સભાન છું કે આગામી બજેટમાં એક જીવંતતા હશે, જે અર્થતંત્રના પુનરુત્થાન અને નવસર્જન માટે આવશ્યક છે. ‘