ભરૂચ લોકસભાના કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર શેરખાને આદિવાસી સમાજના માતાના મંદિરે પૂજાપાઠ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈ ભરૂચના રૂઢિચૂસ્ત મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાધાત પડ્યા છે. કોંગ્રેસના નેતા અહેમદ પટેલના સમર્થક મનાય છે. અહેમદ પટેલે પણ માઈકમાં અઝાન આપવાના મામલે ફિલ્મી સિંગર સોનુ નિગમનું સમર્થન કરતા ભારે ઉહાપોહ થયો હતો. હવે શેરખાનને લઈ વોટીંગના ગણતરીના દિવસો પહેલાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં વિવાદ ઉભો થયો છે. શેરખાનના સમર્થકો મંદિરમાં પૂજાપાઠ કરવાના મામલાને બિનસાંપ્રદાયિક્તા સાથે જોડી રહ્યા છે.
“વોટ કે લિએ કુછ ભી કરેગા” જેવું કોંગ્રેસના ઉમેદવાર શેરખાન દ્વારા મંદિરમાં પૂજાપાઠ કરવામાં આવી છે. આ અંગેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી જવા પામ્યા છે. શેરખાનની સાણે ફોજદારી કલમ હેઠળના ત્રણ કેસ છે.
ભરૂચ લોકસભામાં સુન્ની વહોરા સમાજની વસ્તી 80 ટકા છે અને સુન્ની વહોર સમાજ આ વખતે પોતાના જ સમાજના અહેમદનો ભારે વિરોધ કરી રહ્યો છે. સુન્ની વહોર સમાજ સહિત ભરૂચના મોટા ભાગના કોંગ્રેસના નેતાઓએ લોકસભા માટે અહેમદ પટેલ અથવા છોટૂ વસાવા અંગે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં ઠરાવ કર્યા હતા. હવે અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા નથી ત્યારે અહેમદ પટેલને ઘર આંગણે જ પરાસ્ત કરવાનો મુસ્લિમોએ મક્કમ મનસૂબો બનાવી લીધો છે.