પુલવામા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે મસુદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો યુનોની સિક્યોરીટી કાઉન્સીલમાં અનુરોધ કરતાં ફ્રાન્સ, જર્મની જેવા દેશોએ મસુદ વિરુદ્વ પ્રસ્તાવ લાવ્યો અને ચીનો ચોથીવાર વીટો વાપરી મસુદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાનો વીટો વાળી દેતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના ગુજરાતમાં ઝૂલે ઝૂલવાને લઈ ટવિટ કરી સવાલ ઉભા કર્યા છે.
રાહુલ ગાંધીએ ટવિટ કરી લખ્યું કે વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગથી ડરે છે. ભારત વિરુદ્વ ચીન જ્યારે પણ કોઈ હરકત કે એક્શન કરે છે ત્યારે વડાપ્રધાન મોદી કશું પણ બોલતા નથી.
રાહુલ ગાંધી ટવિટ કરીને લખ્યું કે વડાપ્રધાન મોદી ગુજરાતમાં જિનપિંગ સાથે ઝૂલા પર ઝૂલે છે, દિલ્હીમાં ભેટે છે અને ચીનમાં જઈ તેમની સામે ઝૂકી જાય છે. કોંગ્રેસ પ્રમુખના કટાક્ષ સાથે ટવિટર આનો ખાસ્સો ટ્રેન્ડ રહ્યો.
રાહુલ ગાંધીના ટવિટ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે 2009માં રાહુલ ગાંધીએ ટવિટ કર્યું હતું? સંવેદનશીલ મુદ્દા પર આવી રીતે રાજનીતિ કરવાની જોઈએ નહીં.