કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું.
મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગને અને રાજ્યના 7 મહાનગરોને ફાળવવામાં આવશે.
ભંડોળમાંથી રૂ.25 લાખની સહાય કોરોના સંક્રમણ નિયંત્રણની આવશ્યક સેવા-ફરજ દરમ્યાન સ્વયં કોરોના સંક્રમિત થઇ મૃત્યુ પામનારા મહેસૂલ, પોલીસ, તબીબ, પેરામેડિકલ, સફાઇકર્મી, સસ્તા અનાજની દુકાનધારકો, તોલાટ, બિલ કલાર્ક સહિતના કોરોના વોરિયર્સના પરિવારજનોને આવી વિપદાની વેળાએ પડખે ઊભા રહી આપવામાં આવશે. 1 કરોડ આવી સહાય આપી દેવામાં આવી છે.
હીજરતી શ્રમિકોને વતન રાજ્ય જવા માટે 1 હજાર સ્પેશ્યલ કોરાના ટ્રેનથી મોકલી જેના રૂ.25 કરોડ આપવામાં આવશે.
ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં મુખ્યમંત્રી રાહતનિધિના કોવિડ-19 સામેના ફંડમાંથી 100 કરોડ રૂપિયા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને ફાળવવાની જાહેરાત કરી છે.
અમદાવાદ માટે રૂ.50 કરોડ, સુરત માટે રૂ.15 કરોડ, વડોદરા અને રાજકોટ માટે 10-10 કરોડ તેમજ ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાને દરેકને 5 કરોડ એમ કુલ વધારાના રૂ.100 કરોડ શહેરી વિસ્તારો માટે ફાળવ્યા છે. પણ ગ્રામ્ય વિસ્તાર માટે ફાળવેલા નથી.