ટૂંક સમયમાં રાજ્યમાં અમદાવાદ સહિત મહાનગર પાલિકા જિલ્લા પંચાયત સહિતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્ય માં રાજકારણ ગરમાયુ છે.કોંગ્રેસ અને ભાજપ ની પક્ષ પલટુઓની હુસાતુંસી માં રાજકીય નેતાઓની છબી ખરડાય છે ત્યારે રાજકીય પક્ષોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા નવોદિત નેતાઓ હવાતિયાં મારી રહ્યા છે.
રોજબરોજ અનેક પ્રશ્નો ને લઈને ઠેરઠેર ધરણા પ્રદર્શનો,આંદોલનો કેટલાક સમય થી થઈ રહ્યા છે.વર્ષો થી પ્રજાની પારાવાર મુશ્કેલી ના પ્રશ્નો નવોદિત નેતાઓના નવા હથિયાર બન્યા છે.જેને લઈને નવા નેતાઓ અલગ અલગ કાર્યક્રમો,પ્રેસ કોન્ફરન્સો કરી સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં એક ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા ને બદનામ કરનાર નેતાઓ પોતાના કાર્યક્રમો ના ફોટો વિડીયો સહિત ની માહિતી અપલોડ કરીને સોશિયલ મીડિયા ઉપર છવાવા નો પ્રયાસ કરી રહ્યા છે ભલે પછી ગતરોજ દિલ્હી ખાતે ફેસબુક ના રાજકીય ઉપયોગ ને લઈ ને રાજકારણ ગરમાયુ હોય. ગુજરાત માં નવોદિત નેતાઓ મીડિયા અને સોશિયલ મીડિયા નો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે જેથી કરી એક આગવી ઓળખ ઉભી કરી શકે અને વર્તમાન પત્રો માં આવેલ તેમના સમાચારોના કટિંગ,ટીવી ઉપર આવેલી સમાચાર ની વિડીયો કલીપ તથા વેબ ચેનલો ઉપર આવેલી લિંકો અને આભાષી એવું સોશિયલ મીડિયા ના તેમના ફોલોવર્સ માં આંકડા સાથે પ્રદેશ કાર્યાલયો ઉપર જમા કરાવી રહ્યા છે. જેથી કરી આવનારી ચૂંટણી માં પોતાનું નસીબ ઉઘડે.
છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસ ની વિદ્યાર્થી પાંખ યુનિવર્સીટી ની પરીક્ષાઓ રદ થાય તે માટે આંદોલનો કરી રહી હતી ત્યારે રાજ્ય સરકાર પણ અડગ રહીને ગુજરાત યુનિવર્સીટી ની પરીક્ષાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો અને આજ થી પરીક્ષાઓ શરૂ થઈ હતી જેને પગલે કોંગ્રેસ ની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ ને થયું કે હવે આ બાબતે કશું જ થશે નહીં જેને પગલે હવે કોંગ્રેસ ની વિદ્યાર્થી પાંખ ના નેતાઓ ફોટાઓ પડાવવા માટે યુનિવર્સીટી ની પરીક્ષા કેન્દ્રો ઉપર જઈ ને માસ્ક અને સેનેટાઇઝર આપવા પહોંચી ગયા હતા અને ફોટાઓ પાડી ને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા.
બીજી તરફ ભાજપ ની વિદ્યાર્થી પાંખ પણ યુનિવર્સીટી ના કુલપતિ અને રાજ્યના શિક્ષણમંત્રી ના વિરુદ્ધમાં ધરણા કર્યા હતા અને યુનિવર્સીટી ના કુલપતિ ને હટાવવા ની માંગ કરી હતી.તો આવી રીતે ફક્ત ને ફક્ત આંદોલનો ના નામે ફોટા પડાવતા વિદ્યાર્થી નેતાઓ ને હવે કોર્પોરેટર બનવા ના અભરખા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે હવે પેઢીગત નેતાઓ અને નવોદિત નેતાઓ વચ્ચે ચૂંટણી નો તાજ કોના સિરે રહેશે તે તો આવનારો સમય બતાવશે.