નવી દિલ્હી : 2020 ની શરૂઆત સાથે રાજકીય દૃષ્ટિકોણની દ્રષ્ટિએ છેલ્લા દાયકા પર નજર નાખીએ તો લાગે છે કે વર્ષ 2010 થી 2019 સુધીમાં વિશ્વના ઘણા લોકશાહી દેશો … રાઇટ વિંગ પોલિટિક્સ (દક્ષિણપંથ) તરફ વળ્યા. 2019 ના અંત સુધીમાં, આ વિચારધારા સમગ્ર વિશ્વમાં સામાન્ય બની ગઈ.
યુકેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જ્હોનસનનું વડાપ્રધાન બનવું, યુ.એસ. માં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું અને ભારતમાં ભાજપના નરેન્દ્ર મોદીનું ભારે બહુમતી સાથે વડાપ્રધાન બનવું, સશક્ત નેતાઓનું મજબૂત થવાનું ઉદાહરણ છે. સમગ્ર વિશ્વમાં દક્ષિણપંથનો ઉદય થઇ રહ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, આ દાયકાની શરૂઆતમાં, 2010 સુધી, નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને બોરિસ જ્હોનસન જેવા નેતાઓની બહુ ઓછી ચર્ચા થઈ. પરંતુ હવે આ ત્રણેય નેતાઓ સાથે મળીને વિશ્વના રાજકારણને બદલવાની શક્તિ ધરાવે છે.