આજે વડાપ્રધાન મોદીએ દેશને 9 વંદે ભારત ટ્રેન ભેટ આપી છે. આ 9 વંદે ભારત ટ્રેનો 11 રાજ્યોને કનેક્ટિવિટી પ્રદાન કરશે. એટલું જ નહીં, આ વખતે જે રેલવે રૂટ પર વંદે ભારત ચલાવવામાં આવી રહ્યું છે તેમાં પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ભારતમાં વિશ્વ કક્ષાની ટ્રેન સુવિધાઓના લક્ષ્ય તરફ પગલા ભરતા PM મોદી આજથી વધુ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ કરવા જઈ રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જે ટ્રેનોને લીલી ઝંડી આપી હતી તે તેમના રૂટ પર સૌથી ઝડપી ગતિએ દોડશે અને મુસાફરોનો ઘણો સમય બચાવશે. તેમાં ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ, પટના-હાવડા, કસરાગોડ-તિરુવનંતપુરમ, રાઉરકેલા-પુરી, રાંચી-હાવડા અને જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે જે ટ્રેનો આજથી શરૂ થઈ છે. આનાથી પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને સારી કનેક્ટિવિટી મળશે. હાલમાં, તે ભારતની સૌથી ઝડપી ટ્રેન છે અને માત્ર 52 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. અન્ય સુપરફાસ્ટ ટ્રેનોની સરખામણીમાં વંદે ભારત ઓછામાં ઓછો 30% સમય બચાવે છે.