તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્કોર્પિયો ગાડીની તસવીર સાથે ગાડીનો વીમો ન હોવાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોના અમીલકરણ બાદ મોટાભાગે લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. જ્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે સીએમ રૂપાણીની આ કારની તસવીર વહેતી થઈ છે.
ખોટી માહિતી પ્રસારિત થઈ હોવાના કારણે હવે અમદવાદા ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના સીએમ રૂપાણીની ગાડીનો વીમો નથી અને પી.યુ.સી પણ નથી. શખ્તે GJ18G9085 નંબરની ગાડીનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.