દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે તમામ દળો ચૂંટણી પરિણામની રાહ જોઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીના હરિયાણામાં પ્રવક્તા અને આઇટી તથા સોશિયલ મીડિયા પ્રમુખ સુધીર યાદવે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હજુ EVM પ્રેગનેન્ટ છે. જો નોર્મલ ડિલિવરી થઇ તો આમ આદમી પાર્ટી પેદા થશે અને જો ઓપરેશન થશે તો બીજેપી.
જણાવી દઇએ કે ચૂંટણી બાદ લોકોમાં અત્યાર સુધી તે વાતની ચર્ચા થઇ રહી છે કે દિલ્હીમાં આખરે કોણ સરકાર રચશે? દિલ્હી ચૂંટણીનો મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. એક્ઝિટ પોલમાં આપની સરકાર ફરીથી રચાશે તેવું લાગી રહ્યું છે. આ ચૂંટણીની જંગમાં મુખ્ય રીતે બે વાતો સામે આવી છે. પહેલી એ કે આ વખતની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ સામાન્ય મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું છે. બીજી વાત એ કે જ્યાં આ ચૂંટણીની જંગની શરૂઆતમાં ભાજપને ઘણી ઓછી સીટો મળતી નજરે આવી હતી. ત્યાં હવે તેનાં ઉમદા પ્રદર્શનનો દાવો સામે આવ્યો છે.