સુરત કોંગ્રેસની સ્થિતિમાં હાલ ઉભી થયેલી ખટરાગને ખાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વધુ એક નવા ગ્રુપનો ઉમેરો થયો છે. આ ગ્રુપની મીટીંગ સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેડીંગ કમિટીના ચેરમેન શૌકત મુન્શીના નિવાસે મળી હતી.
હાજર રહેલા કોંગ્રેસના તમામ આગેવાનો મીટીંગને સુરતના સંગઠનને કેવી રીતે મજબૂત કરવામાં આવે તે માટે એકત્ર થયાની ગણાવી રહ્યા છે પરંતુ ચર્ચા પ્રમાણે હવે શૌકત મુન્શીના નેતૃત્વમાં સુરત કોંગ્રેસના આગેવાનો પોતાની અલાયદું જુથ ઉભૂં કરી દીધું છે. ખાસ કરીને રીઝવાન ઉસ્માનીના આકસ્મિક નિધન બાદ કેટલાક આગેવાનો દ્વારા સુરત કોંગ્રેસના સંગઠનને અકબંધ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે નવા જૂથનું અસ્તિત્વ સામે આવતા સુરત કોંગ્રેસમાં આગામી દિવસોમા કડાકા-ભડાકા સંભળાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.
શૌકત મુન્શીની વાત કરીએ તો તેમણે સુરત મહાનગરપાલિકામાં મહત્વા હોદ્દા પર કામ કર્યું છે. આ ઉપરાંત તેમની વક્તા તરીકેની છાપ છે. તેમની ઉર્દુ પર સારી પકડ છે અને તેઓ સભામાં સંબોધન કરે ત્યારે લોકો તેમને શાંતિથી સાંભળતા રહે છે. આ મીટીંગમાં નસીમ કાદરી, હાજી ચાંદીવાલા, જુનેદ નાનાબાવા, હેમંત દેસાઈ વગેરે હાજર રહ્યા હતા.