મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હવે આગામી પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રમાં બીજેપીનો કોઈ નેતા મુખ્યમંત્રી નહીં બને. જણાવી દઈએ કે ગુરુવારે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘ગઈકાલે જે થયું, મેં અમિત શાહને અઢી વર્ષ શિવસેનાના મુખ્ય પ્રધાન રહેવાનું કહ્યું હતું અને એવું જ થયું. જો તે અગાઉ કરવામાં આવ્યું હોત તો મહા વિકાસ અઘાડીનો જન્મ થયો ન હોત. જો હું માનતો હોત તો તેઓ અઢી વર્ષ ભાજપના મુખ્યમંત્રી રહ્યા હોત, હવે તેઓ 5 વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બનવાના નથી.