સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચાર પ્રસાર ને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં 4 પક્ષ મેદાને ઉતર્યા છે જેમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને AIMIM સહિતની પાર્ટી મેદાનમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર તો જોર માં કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે જ કામ કરી રહી છે જેથી અનેક સવાલો ઉભા થયા છે.આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગર પાલિકામાં ઉમેદવારોને મેદાને ઉતર્યા છે ત્યારે અમદાવાદના અમરાઈવાડી વોર્ડની વાત કરીએ તો આ વોર્ડમાં વર્ષો થી કોંગ્રેસ જ જીતતિ આવી છે પરંતુ આ વર્ષે આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં પ્રચાર વધુ મજબૂત થી કરાઈ રહ્યો છે પરંતુ અમરાઈવાડી વોર્ડના ઉમેદવાર સચિન રાજપૂત ની વાત કરીએ તો એ વ્યક્તિ એટલો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે આમ આદમી પાર્ટીએ તે વ્યક્તિ ને ટીકીટ આપી છે.
ઉમેદવાર સચિન રાજપૂત એક બુટલેગરની છબી ધરાવે છે અને આખા અમરાઇવાડી વિસ્તારમાં તેના દ્વારા અનેક કારનામા આવ્યા છે.ઉમેદવાર સચીન રાજપૂતના નજીકના લોકોનું પણ કહેવું છે કે આ વ્યક્તિ એક મોટો બુટલેગર છે અને મર્ડર જેવા ગુન્હા પણ કરેલા છે તથા વર્ષ 2020 માં જ પાસા એકટ મુજબનો ગુનો નોંધાયેલ છે જેથી આ ઉમેદવાર એક નંબર નો માથાભારે વ્યક્તિ છે એટલે જ આમ આદમી પાર્ટીએ તેને ટીકીટ આપી છે.
બીજી તરફ અમરઇવાડી પોલીસ ઉપર પણ એક પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે આ વ્યક્તિ આટલો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમ છતાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ કેવી રીતે આપ્યું ? જેમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન નો સિક્કો પણ મારવામાં આવ્યો છે.અમરાઈવાડી પોલીસ પણ આ બાબતને લઈ મૌન સેવી રહી છે.ત્યારે મતદારોમાં એક સવાલ ઉભો થવા લાગ્યો છે કે આમ આદમી પાર્ટી દ્વારા આવી વ્યક્તિ ને કેમ ટીકીટ આપી ? શુ આમ આદમી પાર્ટી અમદાવાદમાં ગુંડાગીરી કરવા આવી છે કે કામગીરી કરવા ?
બીજી તરફ સત્ય ડે ની ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ જેવા કે તુલી બેનર્જી, નીતિન બારોટ,ડો.ઇર્ષાન ત્રિવેદી જેવા અનેક લોકો સાથે ટેલિફોનિક વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ તમે જે ઉમેદવાર સચીન રાજપૂત ને ટીકીટ આપી છે તે એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો આ આમ આદમી પાર્ટીના નેતાઓ એ એવો ઉડાઉ જવાબ આપ્યો કે ભાજપ અને કોંગ્રેસ પણ આવા ગુન્હા ધરાવતા લોકોને ટીકીટ આપે છે તો તમે એમનું લાખો ને અમારું જ કેમ લખો છો ? જેથી એક વાત સાબિત થાય છે કે આમ આદમી પાર્ટી પણ આ ઉમેદવારના ગુનાહિત ઇતિહાસ થી વાકેફ છે.
