દેશભર માં કોરોના વાયરસની મહામારી દિવસે ને દિવસે વધતી જાય છે અને અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે ફરીથી માથું ઊંચક્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.એકતરફ અમદાવાદ મનપા જનતા ને જાગૃત કરવા માટે માસ્ક પહેરવા ફરજીયાત અમલ કરાવે છે અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરાવે છે અને બીજી તરફ કોંગ્રેસ ના જમાલપુર ના કોર્પોરેટર શાહનવાઝ શેખ ને કોરોના વાયરસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જે તે વિસ્તારોના કોર્પોરેટરો પોતાનું કદ વધારવા માટે પ્રજા લક્ષી કામો કરવા નીકળી પડ્યા છે.જનતા ને જ્યારે કોઈ ને કોઈ પ્રશ્ન ને લઈ ને તકલીફ હોય ત્યારે આ જ બધા નેતાઓ ફક્ત ને ફક્ત આશ્વાસન નામનું બીડું આપી દેતા હતા પરંતુ હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજાના કામો આ નેતાઓ ને યાદ આવી જાય છે.
એક તરફ જ્યારે ભાજપ પક્ષ રેલીઓ યોજતા હતા ત્યારે કોંગ્રેસ દ્વારા જ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આજે કોંગ્રેસ ના જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખ જ આ નિયમ નું પાલન કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
કોંગ્રેસના જમાલપુર વોર્ડ ના કોર્પોરેટર શાહનવાઝ શેખ દ્વારા પોતાની ઓફીસ ઉપર આજે પોતાના વિસ્તારના મતદારો ને મતદાર કાર્ડમાં નામ સુધારા નું કામ કરી આપવા ની જાહેરાત કરી હતી ત્યારે જમાલપુર ના રહીશો તેમની ઓફીસ ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમની ઓફીસ પર મતદાર કાર્ડ માં સુધારા કરાવવા આવનાર અને તેમની ઓફીસ માં સુધારો કરવા માટે બેઠેલા લોકો જ માસ્ક પહેર્યા વગર બેઠા હતા અને સોશિયલ ડિસ્ટનસિંગ નું પણ પાલન કરવામાં આવી રહ્યું ન હોવાથી એવું લાગી રહ્યું છે કે જમાલપુરના કોર્પોરેટર શાહનવાઝ શેખ ને કોરોના વાયરસ નો કોઈજ પ્રકાર નો ડર નથી.