અમદાવાદ ગુજરાત યુનિવર્સીટી અને જીટિયું દ્વારા આજે લેવામાં આવી રહેલ લો ફેકલ્ટી ની પરીક્ષા દરમ્યાન એ.બી.વી.પી. દ્વારા એક સી.સી.ટી.વી. ફૂટેજ રજૂ કરી આક્ષેપ કરાયો હતો કે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ના પુત્ર કુંવર અદિત્યરાજસિંહે પોતાના મોબાઈલ માંથી પરીક્ષા માં ગેરરીતિ કરી છે.આ પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે અને એન.એસ.યુ.આઈ તેમજ એબીબીપી સામસામે આવી ગયા છે. બીજી તરફ આ ઘટના અંગે જયરાજસિંહે ઈન્કાર કરી આ અંગે રાજકારણ રમાડાઈ રહ્યું હોવાનો વળતો પ્રહાર કરી રહ્યા છે.
રાજકારણ માં આ ઘટના ને લઈ ગરમાવો આવ્યો છે અને તેઓ ના ગ્રુપ દ્વારા એવું કહેવાય રહ્યું છે કે સેનેટ મેમ્બર તરીકે જ્યારે જયરાજસિંહ પરમાર ના દીકરા દ્વારા ઇલેક્શન લડાયુ હતું ત્યારે તેમના દીકરા દ્વારા લો ફેકલ્ટી ના સેનેટ મેમ્બર માં સૌથી વધુ મતો થી જીત મેળવી હતી જે ભાજપ અને એ.બી.વી.પી. ને ખૂંચ્યું હતું ત્યારથી જ ભાજપ અને એ.બી.વી.પી જયરાજસિંહ અને તેમના દીકરા ને હેરાન કરવા પાછળ પડ્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.
આ બાબત ને લઈ ને આજે એન.એસ.યુ.આઈ. ના દિગ્વિજયસિંહ, જયરાજસિંહ ના દીકરા કુંવર આદિત્યરાજસિંહ અને જયરાજસિંહ દ્વારા પ્રેસ મીડિયા ને સંબોધન કર્યું હતું અને ભાજપ અને એ.બી.વી.પી. ઉપર ચાબખા ભર્યા હતા.વધુમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પત્રકારો ને જણાવ્યું કે ભાજપ અને એ.બી.વી.પી. મારી સામે જો ડિબેટ માં આવે તો હું તેઓને જવાબ આપવા તૈયાર છું પણ તેઓ પાછા પડે છે અને કોરોના મહામારી હોય કે પ્રી મોન્સૂન પ્લાન ની કામગીરી સામે ડિબેટ માં જવાબ નહીં આપી શકનાર ભાજપ અને એ.બી.વી.પી. એ સાથે મળી ને મારી અને મારા દીકરા ની રાજકીય છબી ખરાબ કરવામાટે નું આ ષડયંત્ર ઉભું કર્યુ હોવાનું જણાવી તેઓ એ ઉમેર્યુ કે કોંગ્રેસ પ્રવક્તા તરીકે ભાજપ ને ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તમે સાચા હોવ અને મારા દીકરાએ ખોટું કર્યું હોય તો હું મારા દિકરાનો ફોન એફ.એસ.એલ માં ચેક કરવા આપવા માટે પણ તૈયાર છું અને જો પોતાનો દીકરો ખોટો સાબિત થાય તો જે પણ યોગ્ય કાર્યવાહી થશે તેમાં હું સહકાર આપવા તૈયાર છું અને પોતાની અને તેમના દીકરા ની રાજકીય છબી ખરડાય તે માટે પ્રયાસો કરનાર ભાજપ અને એ.બી.વી.પી. ના જે પણ આગેવાનો હશે તે લોકો ની વિરુદ્ધમાં કોર્ટમાં માનહાનિ નો દાવો દાખલ કરવાની વાત કરી હતી. આમ તેઓ એ પ્રેસ કોંફરન્સ કરી વળતો હુમલો કરતા હવે આ પ્રકરણમાં હવે એ.વી.બી.પી તરફ થી શુ પ્રતિક્રિયા આવે છે તે સામે સૌની મીટ મંડાઈ છે.