સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ટીકીટ ની ફાળવણી ને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો હતો અને અનેક નેતાઓ પોતાના મળતીયાઓ ને ટીકીટ અપાવવા હાઇકમાન્ડ સુધી બળવો શરૂ કરી દેવામાં આવ્યો હતો.અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ તો એટલી હદે ચર્ચા માં છે કે તેમને તો પોતાના મળતીયાઓ ને ટીકીટ અપાવવા માટે એસજી હાઇવે ઉપર આવેલ જાણીતા બિલ્ડીંગ માં બેસીને રૂપિયા લઈ ટિકિટો ની વહેંચણી કર્યા ની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને આખું કોંગ્રેસ હાઇકમાન્ડ શહેર પ્રમુખ શશીકાંત પટેલ ની દાદાગીરી થી ઝૂકી ગયું હતું.સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં કારમી હારનો સામનો કરી રહેલ કોંગ્રેસના એક પણ નેતાઓ હાલ માં દેખાતા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે અને બીજી તરફ હારનો ઠીકળો પોતાના માથે ના આવે તે માટે થઈ ને જ અમદાવાદ શહેર કોંગ્રેસ ના પ્રમુખ શશીકાંત પટેલે રાજીનામુ ધરી દીધું છે જેની ચર્ચાઓ હાલ જોર શોરમાં ચાલી રહી છે.
