અમદાવાદમાંથી આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.શાહે તેમના ઘર પર ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો ત્યારબાદ કાર્યકરોને સંબોધન કર્યુ હતું.
ભાજપે 2019ની લોકસભાની ચુંટણીને લઇ નાગરીક સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.
અમિત શાહે સભામાં પ્રચંડ પૂર્ણ બહુમતીથી ફરીવાર નરેન્દ્ર મોદી સરકાર લાવવા કાર્યકર્તાઓ અને જનતાને અપીલ કરી હતી.
નરેન્દ્ર મોદી સરકારે એવુ એક પણ કામ કર્યું નથી કે માથુ નીચુ કરવુ પડે, સીના તાનકે જનતા વચ્ચે જવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
અમિત શાહે કહ્યું કે સંગઠન શક્તિને જાગૃત કરવાનો, સંગઠન શક્તિને સંચીત કરવાનો અને સંગઠન શક્તિને વિજયમાં પરિવર્તિત કરવાનો આ કાર્યક્રમ છે.
ફીર એકબાર મોદી સરકારનો નારો લઇ કાર્યકર્તાઓને ઘરે ઘરે મોકલાશે.