ગઈ કાલે પોરબંદરના માધવપુરમાં દર વર્ષની જેમ યોજાતા લોકમેળામાં મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે રાજ્યના ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં વક્તવ્ય દરમિયાન CR પાટીલની જીભ લપસી કે પછી ધર્મની અલ્પ માહિતી દર્ષાઈ હતી.જેને લઈને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પોરબંદરના નેતા અર્જુન મોઢવાડીયાએ ટ્વીટ કરીને વ્યંગ સાથે તેમના વક્તવ્યની ટીકા કરી હતી.
વાત એમ છે કે પોરબંદરમાં “માધવપુર મેળા મહોત્સવ” માં CR પાટીલે ભાષણમાં શ્રી કૃષ્ણ અને સુભદ્રાજીને ભાઈ બહેનની જગ્યાએ અનેક વાર પતિ પત્ની તરીકે બતાવીને ભાંગરો વાઢ્યો હતો.ભાષણ દરમિયાનમાં એક પાર્ટી કાર્યકર્તા કાનમાં કંઇક કહેતા CR પાટીલની તેની ભૂલ સમજાઈ અને સુધારો કર્યો હતો, પણ હવે શું… અલ્પ જ્ઞાન તો ત્યાં સુધીમાં સાહેબ પ્રગટ કરી ચૂક્યા હતાં, દરમિયાનમાં સંભાળનારા લોકો પણ તે સહન કરતા રહ્યાં.
ઉલ્લેખનીય છે કે ભાજપા પોતે હિન્દુ ધર્મ હિતરક્ષી પાર્ટી હોવાનું કહેતી આવે છે, અને તેના જ મુખ્ય નેતાઓ આ પ્રકારે સભામાં ભાષણો ચલાવે જાય છે, લોકો મુંજાય હોય છે કે આ તો કેવું જ્ઞાન, અને એ પણ હિન્દુ ધર્મનું હિત જોનારા લોકોનું જ.રાજકારણ આ તો ખલે છે, તમે કોઈ પણ એક ગમછો ઓઢીને ચાલી નીકળો, પછી ભલેે તમે તે વિચારધારા પ્રમાણે હોવ કે ના હો, અંધ બનીને ચાલતા શીખી જાઓ એટલે રાજકારણમાં તમારું ભવિષ્ય પાક્કું.
ખેર… આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે, અને હવે CR પાટીલ માફી માગે તેવી માંગ ઉચ્ચારી છે.હવે જોવું રહેશે.. આ બાબતે પણ લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચવા માટે શું શું રાજકારણ ખેલાય છે.