વિધાનસભાની ચૂંટણી પહેલા આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિનેશ બાંભણીયાએ મોટી જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે. તેમણે ટ્વીટરમાં કહ્યું છે કે, પાસના 23 ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે સંખ્યા વધી પણ શકે છે.
હવે જામશે માહોલ, તેમ તેમણે કહ્યું હતું.ખાસ કરીને આ ટ્વિટ ત્યારે કરવામાં આવ્યું હતું, જ્યારે આજે પાટીદારોની શક્તિ પ્રદર્શન રુપે રેલી યોજવામાં આવી હતી. આ યાત્રામાં મહેસ સવાણી, અલ્પેશ કથિરીયા, કુમાર કાનાણી સહીતના નેતાઓ શક્તિ પ્રદર્શનમાં જોડાયા હતા. આ યાત્રા ક્રાંતિ ચોકથી માનગઢ ચોક સુધી યોજવામાં આવી હતી.સુરતમાં મોટી સંખ્યામાં રેલીમાં તિરંગા સાથે પાટીદારો રસ્તા પર જોવા મળ્યા હતા. તિરંગા રુપે શક્તિ પ્રદર્શન પાસ સમિતી દ્વારા ચૂંટણી પહેલા કર્યું હતું.
7 વર્ષ અનામત આંદોલનને પૂર્ણ થયા છે ત્યારે આ રેલી યોજાઈ હતી.23 નેતાઓ ઉમેદવારી નોંધાવશે તેમાં કોઈના નામ હજૂ સુધી જાહેરા નથી થયા. દિનેશ બાંભણીયા એમ પણ કહ્યું છે કે, પાટીદારોની સંખ્યા પણ વધી શકે છે. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો પ્રભૂત્વ 70 જેટલી સીટો પર છે ત્યારે પાટીદારોની ઘણી સીટો પણ છે ત્યારે ચૂંટણી પહેલા પાસ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.