નવી દિલ્હી : બિહારની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ને મોટો ઝટકો લાગ્યો છે. આરજેડીના ભૂતપૂર્વ ઉપપ્રમુખ રઘુવંશ પ્રસાદ સિંહે એઈમ્સના પલંગ પરથી લાલુપ્રસાદ યાદવને રાજીનામું મોકલી દીધું છે. રઘુવંશ પ્રસાદસિંહે આરજેડીના ઉપપ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે.
લાલુપ્રસાદ યાદવને મોકલેલા પત્રમાં, રઘુવંશ પ્રસાદસિંહે લખ્યું છે કે, જનનાયક કરપૂરી ઠાકુર પછી 32 વર્ષ તમારી પાછળ ઉભો રહ્યો, પરંતુ હવે નહીં. પક્ષ, નેતાઓ, કાર્યકરો અને જાહેર જનતાએ ભારે સ્નેહ આપ્યો છે, પણ મને માફ કરી દો.