અમદાવાદા મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ દ્રારા ફરી એકવાર સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા શહેરીજનો માટે ટ્રાન્સપોર્ટની સેવા પુરી પાડવામાં આવે છે ભૂતકાળમાં અધિકારીઓ અને સત્તાધીશો અણઘડ વહીવટના કારણે AMTS ભૂતકાળના ઇતિહાસનો સાક્ષી રહ્યા છે AMC ઉદાસીનતા અને નાણાંશકિતના આભાવે નાણાંકીય સંતુલન જાળવી શક્યા નથી એટલે એ એમ ટી એસ બજેટની કામગીરી ખાડે ગઇ છે જે આક્ષેપ વિપક્ષ નેતા દ્રારા કરવામાં આવ્યા છે.
વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણ દ્રારા શાસક પક્ષ ગંભીર આરોપોનો મારો ચલાવ્યો હતો કોંગ્રેસ કોન્ટ્રક્ટ સિસ્ટમ સામે વાંધો ઉઠાવ્યો હતો AMTSના 6 જેટલા બસ ડેપો આવેલા છે જેમાં કોર્પોરેશન દ્રારા 7 જેટલા ખાનગી કોન્ટ્રકટરોને 600 જેટલી બસ પાર્ક માટે કોન્ટ્રકટ આપવામાં આવ્યો છે જેમાં તેમણે કોન્ટ્રકટે આપેલા કંપનીના નામ દર્શાવ્યા હતા અર્હમ ટ્રાન્સપોર્ટ પ્રાલી ,મારુતિ ટ્રાન્સ પોર્ટ,આદિનાથ બલ્ક કેરિયર્સ પ્રાલી મતોશ્રી પ્રા લી, ચાર્ટડ સ્પીડ ટ્રાન્સપોર્ટ પ્રા. લી 150 કરોડથી પણ વધુ રકમ AMC દ્રારા કોન્ટ્રકટરોને ચૂકવામાં આવી છે.
વધુમાં જણાવ્યુ હતુ કે AMTS નાણકીય સંતુલન જાળવવા માટે નિષ્ફળ નીવડી છે ખાનગી બસને તગડો નફો અને કોર્પોરેશન બસો દેવાના ડુંગર તળે દબાઇ રહી છે .જેમાં વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે શાસકપક્ષ પોતાના મળતિયાઓને ફાયદો કરવા માટે બદઇરાદાથી ટોકન ભાડે આપી દેવામાં આવે છે એટલે ભાજપ શું સાબિત કરવા માંગે છે તેવા પ્રશ્રન ઉઠાવ્યા હતા.