ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અાજે સૌપ્રથમવાર રાજ્યસભામાં ભાષણ આપશે.શાહ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ચર્ચા શરૂ કરશે.રાષ્ટ્રપતિના અભિભાષણ પર બપોરે 12 વાગ્યે રાજ્યસભામાં ચર્ચા શરૂ થશે.
અાપને જણાવી દઈએ કે શાહ પહેલા રાજ્યસભામાં જીએસટી પર ચર્ચા કરવાના હતા પણ વિપક્ષે હોબાળો કરતાં ચર્ચા થઈ શકી ન હતી.જોકે, કેન્દ્રીય મંત્રીપ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે શાહ 6 વર્ષ માટે રાજ્યસભામાં છે અને તેમને બોલવા કે પોતાની વાત રજૂ કરવા ઘણા મોકા મળશે.અમિત શાહ તેમની વાત કરી કોંગ્રેસને જવાબ પાઠવશે.
ગયા શિયાળા સત્ર દરમિયાન અમિત શાહ રાજ્યસભામાં ત્રિપલ તલાક પર ચર્ચા કરવાના હતા પરંતુ વિપક્ષે સતત હોબાળો કરી શિયાળુ સત્રમાં ચર્ચા થવા દીધી નહતી.અાજે પ્રથમ વખત ભાજપના અધ્યક્ષ અમિત શાહ રાજ્યસભામાં પોતાનો અભિપ્રાય રજૂ કરે તેવી શક્યતા છે.