કર્ણાટકમાં 2018મા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.ભાજપ અને કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ કરી દીધી છે. મતદારોને રિજવવા ભાજપ ગૌરક્ષા અષ્ટયામ યજ્ઞ કરશે. ભાજપ દ્વારા 2 ફેબ્રુઅારીએ બેંગલુરુમાં અા યજ્ઞનું અાયોજન કરવામાં અાવ્યુ છે.
ભાજપે જણાવ્યુ હતુ કે અા યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ ગૌરક્ષા છે. ગૌવંશની રક્ષા મામલે જાગૃત્તિ ફેલાવવાના અર્થે અા મહાયજ્ઞ યોજાશે.અા યજ્ઞ 24 કલાક ચાલશે.સાથે સાથે અખંડ રામાયણનો પાઠ પણ કરવામાં અાવશે.અા યજ્ઞમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ જોડાશે.
યજ્ઞનું અાયોજન PM મોદીના બેંગલુરુ પ્રવાસના બે દિવસ પહેલા યોજાશે. PM મોદી 4 ફેબ્રુઅારીએ બેંગલુરુમાં ભાજપ પરિવર્તન રેલીનું સમાપન કરશે.કોંગ્રેસે અા અાયોજનને મતોનું ધ્રુવીકરણ કરવાની રણનીતિનો અેક ભાગ ગણાવ્યુ છે.