ભાજપ ઈલેક્શન કમિટીની ત્રણ દિવસ સુધી ચાલેલી મીટીંગ બાદ 184 ઉમેદાવારના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાન, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, યુપી જેવા રાજ્યોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. બિહારની 17 સીટ માટેના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. જેપી નડ્ડાએ યાદી જાહેર કરી હતી. નામની યાદી રાજ્યોની ચૂંટણી કમિટીને મોકલી આપવામાં આવ્યા છે.