કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ મેઘાલયના પ્રવાસે છે.રાહુલ ગાંધીએ મંગળવારથી અહીં તેમના ચૂંટણી અભિયાનને શરૂ કર્યું છે.આ દરમિયાન મંગળવારની સાંજે અહીં એક મ્યૂઝિક કોન્સર્ટ “સેલિબ્રેશન ઓફ પીસ” માં ભાગ લીધો અને ગીત પણ ગાયુ.રાહુલ ગાંધી અા કાર્યક્રમમાં એક જેકેટ પહેરીને અાવ્યા હતા મેઘાલય બીજેપી દ્વારા કટાક્ષ કરવામાં અાવ્યો કે સાદગીની વાતો કરનાર રાહુલે જેકેટ પહેર્યુ છે તેની કિંમત શુ હશે.ભાજપે Twitter એકાઉન્ટ પર રાહુલ અને તે જેકેટનો ફોટો પોસ્ટ કર્યો છે.
ભાજપે રાહુલ અને તે જેકેટનો ફોટો પોસ્ટ કર્યો છે તેમાં જેકેટની કિંમત 995 ડોલર દર્શાવવામાં આવી છે. એટલે કે 63,431 રૂપિયાનુ જેકેટ છે. ભાજપે કહ્યુ છે કે ડગલે ને પગલે અમારી પાસે જવાબ માંગનાર રાહુલે જરા પોતાનું રિપોર્ટકાર્ડ પણ અાપવું જોઈએ. ભાજપે પ્રહાર કરતા કહ્યુ છે કે શુ 63 હજારની કિંમત ધરાવતુ જેકેટ સાદગીનું પ્રતિક હોઈ શકે ભલા.
કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે મેઘાયલના સી.એમ. મુકુલ સંગમા, પક્ષના મહાસચિવ સી.પી. જોશી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.