રાજધાનીમાં સોમવારથી ઓડ-ઈવન યોજના લાગુ થઈ ગઈ છે, જેમાં સીએનજી વાહનોને પણ છૂટ આપવામાં નથી આવી. આ દરમિયાન ભાજપના નેતા વિજય ગોયલ ઓડ-ઈવન સ્કીમનો વિરોધ કર્યો અને ઓડ નંબરની ગાડી લઈને રસ્તા પર નીકળ્યા. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેઓએ 4000 રૂપિયાનો દંડ પણ ભર્યો.
આ ઉપરાંત તેઓએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અનેક આરોપો લગાવ્યાં છે. વિજય ગોયલ ઓડ-ઈવન નિયમનો વિરોધ કરતાં કહ્યું કે મને ઘણું દુઃખ છે, કેજરીવાલ સરકારે 5 વર્ષમાં એક પણ કામ નથી કર્યા. વિજય ગોયલ ચેલેન્જ આપતાં કહ્યું કે તેઓ પાંચ વર્ષમાં તેમના સારા કામ જો હોય તો રજૂ કરે. તેઓએ માત્ર મોટા મોટા હોર્ડિગ્સ જ માર્યા છે અને 25 ટકા પ્રદૂષણનો દાવો કર્યો છે જે ખોટો છે. ઓડ-ઈવન સ્કીમનો વિરોધ કરતા કેજરીવાલ સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહેલોત તેમને સમજાવવા ગોયલના ઘરે ફુલ લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન બંન નેતાઓએ ઓડ-ઈવનને લઈને તર્ક-વિતર્ક થયા હતા.