કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની કોરોના પોઝિટિવ આવી છે. તેમણે પોતે ટવિટ કરી આ જાણકારી આપી હતી. સ્મૃતિ ઇરાની તાજેતરમાં ગુજરાતની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં પ્રચાર કરવા આવ્યા હતા. આ સિવાય રાજધાનીમાં પણ તે દરરોજે કેટલાય લોકોને મુલાકાત આપે છે અને રાજધાનીમાં કોરોનાના કેસ પણ વધારે છે તેના કારણે તેમને ચેપ લાગ્યો હોવાની સંભાવના છે. તેમણે અપીલ કરી છે કે છેલ્લા પખવાડિયા દરમિયાન તેમના સંપર્કમાં આવેલા બધા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી લે.
