સુરતમાં કોરોના વાયરસનો કહેર વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છેે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો બીજો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગઈકાલે કરાયો બીજો rtpcr ટેસ્ટ હતો. તે પણ પોઝિટીવ આવતા પરિવારજનોમાં હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ apolo હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
મહત્વપૂર્ણ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન સતત રેલી અને સભાઓ કરતા તેઓ કોરોના સક્રમિત થયા. જેથી તેઓ સુપરસ્પ્રેડર પણ બન્યા.. ત્યારે તેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.